વડોદરામાં દાદાગીરી કરનારા પોલીસકર્મીઓ સામે પગલા

વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં પાછલા કેટલાક દિવસથી બની રહેલી ઘટનાઓ ચર્ચા જગાવી રહી છે. જેમાં સામાન્ય બનાવમાં નાગરિકોને માર મારવાની ઘટનામાં પોલીસની કરતૂતો સામે સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા પણ આ પોલીસકર્મીઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. આમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકી નથી રહી. ૧૦ જુલાઈની રાત્રે માંજલપુરમાં બે પોલીસકર્મીઓ દ્વારા દુકાનદારને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ માર મારનારા પોલીસકર્મીઓ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે.
અહીં વેપારી બન્ને પોલીસકર્મી સામે હાથ જાેડીને વિનંતી કરી રહ્યો હતો છતાં પોલીસકર્મીઓ તેને મારતા રહ્યા હતા. આ અગાઉ પાંચ દિવસ પહેલા આ રીતે પોલીસ કંટ્રોલ રૂમના હેડ કોન્સ્ટેબલ દ્વારા શાકભાજી વિક્રેતાને માર મારવામાં આવ્યો હતો. ગણેશ સોનકર નામના શખ્સે સુરેશ રાઠવા નામના પોલીસકર્મીએ ૨૦ કિલોગ્રામ ડુંગળીની મફતમાં માગણી કરી હતી. જ્યારે ગણેશે તેના રૂપિયા માગ્યા તો કોન્સ્ટેબલે માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.
આજ રીતે કેટલાક પોલીસકર્મીઓ દ્વારા તેમને માસ્ક પહેરવાની બાબતે પગલા ભરવામાં આવ્યા હતા. સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા નાગરિકોને ધમકી આપનારા પોલીસકર્મીઓ સામે પગલા ભરીને તેમની ટ્રાન્સફર કરીને તપાસના આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા ૪૫ વર્ષના શખ્સે છાણીમાં પોલીસકર્મી દ્વારા ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઈજાઓ થવાના કારણે ગોવિંદ રાઠવા નામના વ્યક્તિને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,
જાેકે, તેમણે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કરી દીધો હતો. શહેરના પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું કે, અમને ફરિયાદ મળી છે તેવા કેસમાં પગલા ભરવામાં આવ્યા છે. હું સતત પોલીસને જણાવું છું કે આ પ્રકારની ઘટનામાં કાયદાકીય પગલા ભરવા જાેઈએ, તેમની સાથે અયોગ્ય વર્તન ના કરવું જાેઈએ, કે તેમની સાથે મારા-મારી ના કરવી જાેઈએ. વિશાળ પોલીસ ફોર્સમાંથી બહુ જ ઓછા નાગરિકો સાથે ગેરવર્તણૂક કરે છે.