ટ્રેસના ફાઉન્ડેશન તરફથી ઘીકાંટા વિસ્તારમાં ૧૦૦ કિટ અનાજનું વિતરણ
ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા ભાઈચારાની ભાવના રાખી અને એક બીજાની મદદરૂપ થવા માટે જાણીતુ છે.
અમદાવાદ: ટ્રેસના ફાઉન્ડેશન સમાજની સતત નિઃસ્વાર્થ ભાવનાથી સેવા કરે છે ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા આજે સવારે ઘીકાંટા વિસ્તારમાં આજે સવારે ૧૦૦ જેટલી વિધવા મહિલાને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ વિસ્તારમાં ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા અવનવા સેવા કાર્ય કરવામાં આવે છે તે રોજ આજે સવારે ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા ઘી કાંટા વિસ્તારમાં રહેતા વિધવા મહીલાઓને પ કિલો ઘઉં, ૧ કિલો તુવેરની દાળ, ૨ કિલો રાઈસ, ૨ ખાંડ અને ૧ કિલો મીઠુની એક કિટ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને ઘી કાંટા વિસ્તારમાં રહેતી મહિલા ૧૦૦ જેટલી વિધવા મહિલાઓને અનાજની કિટ વિતરણ કરવામાં આવી રહ્યુ હતુ.
ટ્રેસના ફાઉન્ડેશન આ પહેલા કોરોનાની બીજી લહેર આવી હતી ત્યારે સીવિલ હોસ્પિટલમાં રોજ ૧૦૦૦ જેટલા લોકોને મફત ભોજન વિતરણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ સહિત આખુ રાષ્ટ્ર વૈશ્વિક મહામારી રોગચાળાની સામનો કરી રહ્યુ છે ત્યારે ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા ભાઈચારાની ભાવના રાખી અને એક બીજાની મદદરૂપ થવા માટે જાણીતુ છે.