મહેસાણામાં પુત્રના લગ્નમાં ડીજે લાવવું પિતાને ભારે પડ્યું, પોલીસે ગુનો દાખલ કર્યો

Files Photo
મહેસાણા: મહેસાણા શહેરમાં પુત્રના લગ્ન પ્રસંગે ડીજે બોલાવવું પિતાને ભારે પડ્યું છે. લગ્નના ખુશીના પ્રસંગમાં ડ્ઢત્ન બોલાવી તેના તાલે અનેક લોકો એકત્રિત થઈ ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ આવી પહોંચી હતી. ડીજે માટે કોઈ પાસ પરમીટ ના હોવાના કારણે પોલીસે કોરોના ગાઈડલાઈન ભંગ બદલ પિતા સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ નોંધી હતી.
મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખૂબ ખાતક સાબિત થઈ હતી. જેમાં આવનારી ત્રીજી લહેરને રોકવા આરોગ્ય અને પોલીસ પ્રસાસન અનેક પ્રયત્નો કરતા નજરે પડતા હોય છે. તેમજ કોવિડ ગાઈડલાઈન ભંગ કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરતા હોય છે.
ત્યારે મહેસાણા શહેરમાં પુત્રના લગ્ન પ્રસંગે પિતાએ ડીજે બોલાવ્યું હતું. ડ્ઢત્નના તાલે અનેક લોકો એકત્રિત થઈ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પોલીસ આવીને કોવિડ ગાઈડલાઈન ભંગની ફરિયાદ નોંધી હતી.
મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલા ઓડ વાસમાં રહેતા ૫૫ વર્ષીય રસિકલાલ પરસોતમદાસના પુત્ર ના લગ્ન પ્રશ્નગ હોવાના કારણે પિતાએ ડીજે બોલાવ્યું હતું. જેમાં ડીજે ના તાલે લોકો એકત્રિત થઈને ઝુમી રહ્યા હતા એ દરમિયાન મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો સિદ્ધપુરી બજાર બાજુ પેટ્રોલિંગમાં હતા ત્યારે ડીજે જાેતા પોલીસે તપાસ કરી હતી.
તપાસ કરતા ડીજે માટે કોઈ પાસ પરમીટ ના હોવાના કારણે પોલીસે કોરોના -ગાઈડલાઈન ભંગ બદલ પિતા સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરવા બદલ તેમની વિરુદ્ધમાં આઈ.પી.સી. કલમ ૧૮૮ અને ૨૬૯ તેમજ એપેડમિક ડીસીઝ એકટ ૧૮૯૭ કલમ ૩ મુજબ મહેસાણા છ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે