ઓટો રીક્ષામાંથી બેટરી ચોરી કરનાર યુવકને ટાઉન પોલીસે દબોચ્યો

(તસ્વીર ઃ જીત ત્રિવેદી, ભિલોડા) પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, મોડાસા શહેરમાં ગટરના ઢાંકણ ચોરતી અને વાહનોના સ્પેર-પાર્ટ ચોરતી ગેંગ સક્રીય થઇ છે મોડાસા ટાઉન પોલીસ ચાર રસ્તા પોલીસ ચોકી સામે આવેલ સંસ્કૃત પાઠશાળા નજીક ઉભી રહેતી ૪ રીક્ષામાંથી બેટરી ચોરી થવાની ઘટના બનતા ટાઉન પીઆઈ એન.જી.ગોહીલ અને
તેમની ટીમે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા બેટરી ચોર અલ્પીત ઉર્ફે અલ્પો ભરતભાઈ રાવળને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી બેટરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બેટરી ચોર અલ્પો રાવળ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતો હોવાથી અન્ય રીક્ષા ચાલકો પણ અચંબીત બન્યા હતા.
મોડાસા શહેરના ચાર રસ્તા માલપુર રોડ પર સંસ્કૃત પાઠશાળા નજીક ઓટો રિક્ષા ચાલકો તેમની રીક્ષા મૂકી રાખે છે રાત્રે પણ આ સ્થળે અનેક રીક્ષાઓ રીક્ષા ચાલક મૂકી ઘરે જતા હોય છે ત્યારે ૪ રીક્ષામાંથી એકી સાથે બેટરી ચોરવાની ઘટના બનતા રીક્ષા ચાલકોએ ટાઉન પોલીસ સ્ટેશન બેટરી ચોરીનો ગુન્હો નોંધાવ્યો હતો
ટાઉન પોલીસે રીક્ષામાંથી બેટરી ચોરી કરનાર ચોરને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરતા સર્વોદય નગરમાં રહેતો રીક્ષા ચાલક અલ્પીત ઉર્ફે અલ્પો ભરતભાઈ રાવળ તેની રિક્ષામાં ચોરી કરેલ બેટરી ઘરે લાવ્યો હોવાની બાતમી મળતા રથયાત્રા પેટ્રોલીંગમાં રહેલી પોલીસ સર્વોદય નગર (ડુંગરી) માં અલ્પીત રાવળના ઘરે ત્રાટકી દબોચી લીધો હતો
અને સઘન પૂછપરછ કરતા તેને બેટરી ચોરી કર્યાની કબૂલાત કરી લેતા પોલીસે યુવક પાસેથી ૪ બેટરી કીં.રૂ.૧૨૦૦૦/- તેમજ બેટરી ચોરી કરવા ઉપયોગમાં લીધેલ રીક્ષા કબ્જે કરી ૯૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અલ્પીત ઉર્ફે અલ્પો ભરતભાઈ રાવળને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો