Western Times News

Gujarati News

AACA દ્વારા કલા-સંગમ, લાઈફ ટાઈમ એવોર્ડ અને AGMનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં ‘કલા-સંગમ 2021’ આયોજીત થયો. કલા-સંગમ અંતર્ગત સંસ્થાના 33 સ્ટુડન્ટ્સ દ્વારા સીંગીંગ, ડાન્સિંગ, નૃત્ય, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, ગેમીંગ, પઝલ સોલ્વીંગ,ફોટોગ્રાફી જેવી વિવિધ આર્ટસનું અદભૂત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.

સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ખુબજ સુંદર ગીફ્ટસ હેમ્પરનું વિતરણ કરવામાં આવ્યું. તદ્ઉપરાંત AACA નો વર્ષ 2021નો લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સંસ્થાનાં સિનિયર મેમ્બર શ્રી જીગીશભાઈ કે. શાહને એનાયત કરવામાં આવ્યો. આ સાથે AACAની 30મી વાર્ષિક સામાન્ય સભાનું પણ આયોજન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડીયા જગતની અગ્રણી AACA સંસ્થા બીઝનેશ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.