Western Times News

Gujarati News

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવા પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

મોરબી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું

મોરબી,  આગામી તા.૧૫-૭ થી ૨૮-૭ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબીના જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમય દરમિયાન ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહીં.

કોઇ સભા ભરવી નહીં કે સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઇલ લઇ જવો નહીં. તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇરીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.