Western Times News

Gujarati News

32 વર્ષનો અમદાવાદનો શખ્સ 81 વર્ષનો બની એરપોર્ટ પહોંચ્યો

નવી દિલ્હી,  દેશની રાજધાની દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક (IGI) માંથી એક  32 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ 81 વર્ષના ડોસાની જેમ ગેટ અપમાં ખોટા પાસપોર્ટ પર એન્ટ્રી મેળવી અમેરિકા જવાની તૈયારીમાં હતો.

આ ઘટના રવિવાર છે. રાત્રે 8 વાગ્યે IGI  એરપોર્ટેના ટર્મિનલ -3 પર  વ્હીલચેરમાં આ વ્યક્તિ પહોંચે છે. તે રાત્રે 10.45 મિનિટની ફ્લાઈટથી ન્યૂયોર્ક પર જવાની તૈયારીઓ કરી રહ્યો હતો.  જ્યારે સલામતીના કારણોસર  તે મેટલ ડિટેક્ટર ગેટથી પસાર થતા સીઆઈએસએફ CISF ના જવાનોને તેના પર શંકા ગઈ હતી. તેથી તેની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. આ વ્યક્તિ અમદાવાદનો જયેશ પટેલ હતો અને તેણે 81 વર્ષના એક પૌઢના ખોટા પાસપોર્ટ પર પોતાના ગેટ અપ બદલી એરપોર્ટમાં પ્રવેશ કર્યો હતો.

સફેદ દાઢી, ચશ્મા અને ગામડાના પૌઢના પોષાકમાં આવેલો આ વ્યક્તિ ખરેખર 32 વર્ષનો જ હતો. તેના પર શંકા જતા અને તેના ચહેરા પરની ચમક જોઈને લાગ્યુ કે તે 81 વર્ષનો હોઈ જ ન શકે. તેથી સીઆઈએસએફના જવાનો તેને પકડી દિલ્હી પોલિસના હવાલે કરી દીધો હતો. તેની પાસેના પાસપોર્ટમાં પણ તેનો ચહેરો 81 વર્ષના પૌઢ જેવો જ હતો.

પાસપોર્ટમાં તેની ઉંમર February 2, 1938 દર્શાવી છે અને નામ અમરિક સીંઘ દર્શાવ્યું હતું. તે નવી દિલ્હીનો રહેવાસી હોવાનું પાસપોર્ટમાં દર્શાવ્યુ હતું. ચહેરા પરની કરચલીઓ ન જણાતાં અને તેણે પહેરેલા ચશ્માના નંબર લગભગ ઝીરો હતાં તેના અંદાજે સીઆઈએસએફના અધિકારીને શંકા ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.