પાકિસ્તાન અમારી ઉપર હુકુમત અને તાનાશાહી ચલાવી શકે નહીં : તાલિબાન
કાબુલ: અફગાનિસ્તાનમાં તાલિબાનના પ્રભુત્વથી ગદગદ અને અફગાનિસ્તાનમાં મનમાનીના સપના જાેઇ રહેલ પાકિસ્તાનને જાેરદાર આંચકો લાગ્યો છે. તહરીક એ તાલિબાન અફગાનિસ્તાનના પ્રવકતા સુહૈલ શાહીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન તાલિબાન પર તાનાશાહી ચલાવી શકે નહીં અને ન તો પોતાના વિચારોને થોપી શકે શાહીને ભારતથી આ મામલામાં નિષ્પક્ષ રહેવાની અપેક્ષા વ્યકત કરી છે.
પાકિસ્તાનના જિયો ન્યુઝને આપેલ એક મુલાકાત દરમિયાન સુહૈલને જયારે પુછવામાં આવ્યું કે શું તાલિબાન પાકિસ્તાનનું સાંભળવા માંગતી નથી તેના પર તેમણે કહ્યું કે અમે પરસ્પર ભાઇચારાનો સંબંધ ઇચ્છીએ છીએ તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિ પ્રક્રિયામાં અમારી મદદ કરી શકે છે પરંતુ અમરા પર તાનાશાહી ચલાવી શકે નહીં પાકિસ્તાન અમારા પર કોઇ વિચાર થોપી શકે નહીં આ આંતરરાષ્ટ્રીય સિધ્ધાંતોની વિરૂધ્ધ છે.
તાલિબાની પ્રવકતાએ ભારપૂર્વક કહ્યું કે અફગાનિસ્તાનની માટીનો ઉપયોગ કોઇ વ્યક્તિ કે સંગઠનને કરવા દેવામાં આવશે નહીં ઇસ્લામિક એમિરેટની એક જ નીતિ છે. તાલિબાનનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરમાં એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન પાકિસ્તાનના આતંકીઓની સાથે મળી અફગાનિસ્તાનમાં જંગ લડી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓ તાલિબાનની સાથે અફગાનિસ્તાનમાં પણ સક્રિય છે અને પાકિસ્તાનની અંદર તેને તાલિમ આપી રહી છે
એવો જ સવાલ અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ કર્યો હતો કે તાલિબાનની જંગ દેશ માટે છે કે કોઇ બહારીના કહેવા પર ચાલી રહી છે.
તાલિબાનના પ્રવકતાએ ભારતના પ્રતિનિધિઓની મુલાકાતનો ઇન્કાર કર્યો છે હક્કીતમાં કેટલાક દિવસ પહેલા કતરના વિશેષ દુતે દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ દોહામાં તાલિબાન પ્રતિનિધિઓની મુલાકાત કરી હતી તેમણે એ આશા વ્યકત કરી હતી કે તાલિબાન અને અફગાનિસ્તાનના સંધર્ષમાં ભારત નિષ્પક્ષ રહેશે તે કોઇ દબાણમાં આવશે નહી તેમણે અફગાનિસ્તાન સરકાર તરફ ઇશારો કરતા કહ્યું કે સરકારો આવતી જતી રહે છે અને વર્તમાન સરકાર જબરજસ્તી આવી છે.
એ યાદ રહે કે અમેરિકાના અફગાનિસ્તાનથી હટવા પર ભારત સહિત દુનિયાભરમાં તાલિબાન રાજને લઇ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે ભારતમાં એ વાતને લઇ ચિંતા છે કે કયાંક તાલિબાન પાકિસ્તાન ચીનની ત્રિકડી જમ્મુ કાશ્મીરમાં મોટું સંકટ બની ન જાય આ ત્રિકડી ભારતની સુરક્ષા અને અફગાનિસ્તાનમાં ભારતીય રોકાણ માટે મોટું સંકટ ઉભુ કરી શકે છે.
દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે. જયશંકર શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના વિદેશ મંત્રીઓની પરિષદ અને અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહોની બેઠકોમાં ભાગ લેવા માટે મંગળવારે બે દિવસીય પ્રવાસ પર દુશાન્બે પહોંચ્યા છે.
જયશંકરે ટ્વીટ કર્યુ- મારા દુશાન્બેના પ્રવાસની શરૂઆત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમર સાથે મુલાકાતની સાથે થઈ. હાલના ઘટનાક્રમને લઈને તેમની અદ્યતન જાણકારી મેળવી. અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહની કાલે યોજાનારી બેઠકરને લઈનેવ ઉત્સાહિત છું. ઉલ્લેખનીય છે કે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે
કારણ કે આ તેવા સમયે થઈ રહી છે, જ્યારે તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનના વિસ્તારમાં ઝડપથી કબજાે કરી રહ્યા છે, જેણે વૈશ્વિક સ્તર પર ચિંતા વધારી દીધી છે. ભારતે અફઘાન દળો અને તાલિબાન લડાકુ વચ્ચે ભીષણ લડાઈને ધ્યાનમાં રાખી કંધાર સ્થિત પોતાના વાણિજ્ય દૂતાવાસથી લગભગ ૫૦ રાજદ્વારીઓ તથા સુરક્ષા કર્મીઓને એક સૈન્ય વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે.