કેન્દ્ર સરકારે સ્વીકાર્યુંઃ દેશમાં મોંઘવારી વધી
દુધ અને શાકભાજીના ભાવો આસમાનેઃ ખાદ્યતેલના ભાવો પણ વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું ઃ કોરોના કાળમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા અનેક નાગરિકોએ નોકરી ગુમાવીઃ
દેશમાં માત્ર સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને વહેપારીઓ માટે જ પેકેજાે જાહેર કરાયાઃ ગરીબોને અપાતા અનાજમાં પણ ધાંધીયાઃ પ્રત્યેક વાહન ચાલક નાગરિક પેટ્રોલ-ડીઝલ ભરાવી દેશની તીજાેરીમાં ટેક્ષ ભરે છે પરંતુ લાભ નથી મળતો
દેશભરમાં ફેલાયેલા કોરોના રોગચાળાના કારણે દેશની અર્થ વ્યવસ્થા કથળી હોય તેવો દાવો કરવામાં આવી રહયો છે. જાેકે કોરોનાના કારણે દેશના અનેક પરિવારો ગરીબીની ગર્તામાં ધકેલાઈ ગયા છે આજે આવા પરિવારોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. દેશમાં વહેપાર ઉદ્યોગ બંધ હતા
પરંતુ પેટ્રોલ, ડીઝલ પરના ટેક્ષના કારણે સરકારને મોટી આવક થઈ છે તેમ છતાં આ આવકનો સીધો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળવાને બદલે સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને વહેપારીઓને મળતો હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની સાથે સાથે તમામ ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી રહયા છે
જેના પરિણામે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. ૧૬ જેટલા રાજયોમાં પેટ્રોલનો ભાવ રૂા.૧૦૦ને પાર થઈ ગયો છે તેની સાથે સાથે દુધ અને શાકભાજીના ભાવો પણ વધી જતા જનતા કફોડી સ્થિતીમાં મુકાઈ ગઈ છે પરંતુ હજુ સુધી મોંઘવારી ઓછી કરવા માટે સરકાર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી જેના પરિણામે હવે સામાન્ય નાગરિકોમાં રોષ જાેવા મળી રહયો છે.
કેન્દ્ર સરકારે કોરોનાના કપરા કાળમાં લોકડાઉન સહીતના અનેક નિર્ણયો કર્યાં હતાં જેના પરિણામે વેપાર ધંધા બંધ થવા સાથે જનજીવન પણ ઠપ થઈ ગયું હતું કોરોના કાળમાં ઓફિસો પણ બંધ થઈ ગઈ હતી. કોરોનાએ દેશની આર્થિક, સામાજીક સ્થિતિમાં ખુબ જ મોટા પ્રમાણમાં અસર કરી છે સરકારે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.
કોરોનાના કેસો ઘટતા અનલોક દરમિયાન છુટછાટો આપતા ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થયા છે જેના પરિણામે વહેપારીઓ અને ઉદ્યોગપતિઓની ગાડી પાટા પર ચડવા લાગી છે પરંતુ કોરોના કાળમાં અનેક નાના ધંધાઓ બંધ થઈ જતાં શ્રમિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સાથે સાથે ખાનગી કંપનીની ઓફિસોમાં સ્ટાફ પણ ઘટાડી દેવામાં આવતા નોકરીયાત વર્ગ પણ બેકાર બનવા લાગ્યો છે આવી કપરી પરિસ્થિતિ ભારત દેશમાં જાેવા મળી રહી છે.
કોરોના કાળના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરના મોભી જ બેકાર બનતા સમગ્ર પરિવાર પર આર્થિક સંકટ આવવા લાગ્યું છે ખાસ કરીને અનેક મધ્યમવર્ગના પરિવારો આ મુશ્કેલીમાં જાેવા મળી રહયા છે અને તેઓ પોતાના ભરણપોષણ માટે બચત ઉપરાંત સોનાના દાગીના તથા મકાન પણ વેચવા લાગ્યા છે. આગામી ટુંક સમયમાં આવા સંખ્યાબંધ પરિવારો ગરીબીની રેખા નીચે આવી જશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે.
દેશમાં ધંધા-રોજગાર પુનઃ ધબકતા થાય તે માટે કરોડો રૂપિયાના કેન્દ્ર સરકારે પ્રોજેકટો જાહેર કર્યાં છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આજે નાગરિકોમાં ખરીદ શક્તિનો જ અભાવ જાેવા મળી રહયો છે. એટલું જ નહી પરંતુ નાગરિકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે આવી કપરી પરિસ્થિતિમાં ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થવા લાગ્યુ છે
ત્યારે વધુ એક સંકટ નાગરિકો પર છવાયેલું છે. ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહયો છે દેશના ૧૬ જેટલા રાજયોમાં પેટ્રોલનો ભાવ રૂા.૧૦૦ને પાર થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા પરિવહન મોંઘુ થઈ ગયું છે. પરિસ્થિતિ એ જાેવા મળી રહી છે કે અનેક ચીજવસ્તુઓના ભાવ વહેપારીઓએ વધારી દીધા છે.
ગુજરાતમાં શ્વેતક્રાંતિ જાેવા મળી રહી છે અને સમગ્ર દેશમાં તેની નોંધ લેવાય છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવો વધતાં આજે ગુજરાતમાં દુધના ભાવોમાં અસામાન્ય વધારો કરવામાં આવ્યો છે. એકબાજુ દેશની જનતાને કોરોના કાળમાં રાહત મળશે તેવી ચર્ચાઓ થતી હતી અને નાગરિકો પણ તેની રાહ જાેઈ રહયા હતા ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવે દેશભરમાં મોંઘવારી વધારી દીધી છે.
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવોના કારણે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. કુપોષણ સામે લડત ચલાવવા માટેના વાયદાઓ કરવામાં આવી રહયા છે ત્યારે બીજીબાજુ દુધ અને શાકભાજીના વધેલા ભાવોથી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના બાળકોને દુધ પીવુ હવે સ્વપ્ન બનવા લાગ્યું છે
ત્યારે બીજીબાજુ અનેક પરિવારોએ શાકભાજીની અવેજીમાં અન્ય ખાદ્ય પદાર્થો ભોજનમાં લેવાનું શરૂ કર્યું છે જે કેન્દ્ર સરકાર માટે વિચારવાનો વિષય છે.પેટ્રોલ- ડીઝલની સાથે સાથે રાંધણગેસના બાટલામાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે. ગરીબોને મફત અનાજ આપવાની યોજના ચાલી રહી છે પરંતુ ચિંતાની બાબત એ છે કે ગરીબો આ અનાજ રાંધવા માટે ગેસનો ઉપયોગ હવે કઈ રીતે કરી શકશે. સાથે સાથે ખાદ્ય તેલોના ભાવોમાં પણ અસામાન્ય વધારો થઈ રહયો છે તેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
દેશમાં સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી વાળી સરકાર રચાઈ છે અને વિપક્ષ પણ ખુબજ નબળો સાબિત થયો છે કોંગ્રેસમાં અત્યારે નેતાગીરીનો અભાવ જાેવા મળી રહયો છે જેથી મોંઘવારી સામે એક પણ પક્ષ અવાજ ઉઠાવતો નથી જેનો પુરેપુરો લાભ સત્તાધારી ભાજપ ઉઠાવી રહયું છે
ભુતકાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા ત્યારે ભાજપ વિપક્ષમાં હતુ અને તેણે ઉગ્ર આંદોલનો કરેલા છે પરંતુ આજે ભાજપ સામે વિપક્ષો દ્વારા જનતાનો અવાજ ઉઠાવવામાં આવતો નથી એટલું જ નહી પરંતુ કોંગ્રેસ શાસિત અને કોંગ્રેસના ટેકાથી ચાલતી રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં પણ પેટ્રોલ-ડીઝલ પર રાજય સરકાર દ્વારા ટેક્ષમાં કાપ મુકવામાં આવતો નથી તેથી કોંગ્રેસ પણ મોંઘવારી માટે એટલી જ જવાબદાર છે તેવુ નાગરિકો માની રહયા છે.
એક અંદાજ મુજબ દેશમાં ચાલુ વર્ષે સતત પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોના કારણે ર૦ર૧ વર્ષના પ્રથમ દસ મહિનામાં કેન્દ્ર સરકારને રૂા.ર.૯૪ લાખ કરોડની આવક થઈ હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. આમ પેટ્રોલ-ડીઝલમાંથી સરકારને ૩૦૦ ટકા વધુ આવક છેલ્લા ૬ વર્ષમાં થઈ છે
આ ઉપરાંત નેચરલ ગેસમાં પણ કેન્દ્ર સરકારને ર૦૧૪-૧પના વર્ષમાં રૂા.૭૪૧પ૮ કરોડની એકસાઈઝ ડયુટી મળી હતી જે એપ્રિલ-ર૦ર૦ થી જાન્યુઆરી ર૦ર૧ના ગાળામાં વધીને રૂા.ર.૯પ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. પેટ્રોલમાં આજે એકસાઈઝ ડ્યુટી પેટે લીટરે રૂા.૩ર.૯૦ અને ડીઝલમાં રૂા.૩૧.૮૦ લેવામાં આવે છે. આમ દેશનો પ્રત્યેક વાહન ચાલક પ્રતિ લીટરે પેટ્રોલ અને ડીઝલમાં ઉપરોક્ત રકમ ટેક્ષ પેટે સરકારની તીજાેરીમાં જમા કરાવે છે.
સરકારની તીજાેરી પેટ્રોલ, ડીઝલ પર વસુલવામાં આવતા ટેક્ષથી છલકાઈ રહી છે પરંતુ તેનો લાભ દેશના પ્રત્યેક નાગરિકને મળતો નથી તેવુ ચિત્ર ઉપસી રહયું છે આની આજ પરિસ્થિતિ ચાલુ રહી તો દેશમાં સામાન્ય નાગરિક માટે મોંઘવારીના કપરાકાળમાં ખુબ જ કપરી પરિસ્થિતિ સર્જાવાની છે તેવું સ્પષ્ટપણે મનાઈ રહયું છે.
દેશના પ્રત્યેક નાગરિકોને હજુ પણ વડાપ્રધાન મોદી પર આશા છે કે તેઓ મોંઘવારીને કાબુમાં લેવા માટે કોઈ માસ્ટર પ્લાન કોઈપણ સમયે જાહેર કરી શકે છે પરંતુ હજુ સુધી આવા કોઈ ચિહ્નો જાેવા મળ્યા નથી દેશમાં આજે તમામ મુદ્દાઓ ઉપર વડાપ્રધાન મોદી વાતચીત કરતા જાેવા મળી રહયા છે
પરંતુ મોંઘવારીના મુદ્દે વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના એક પણ નેતા એક શબ્દ પણ ઉચ્ચારતા જાેવા મળતા નથી આ પરિસ્થિતિ દેશમાં જાેવા મળી રહી છે ત્યારે હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવો રૂા.૧રપની આસપાસ પહોંચે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે અને જાે આ ભાવે પેટ્રોલ-ડીઝલ પહોંચશે તો ભારત દેશમાં ગરીબીનો આંક ખુબ જ ઉંચો જશે તેવી દહેશત વ્યકત કરાઈ રહી છે.