Western Times News

Gujarati News

નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલાયા : ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

નર્મદા નદી ના પાણી દાંડિયા બજાર,લાલબજાર,ફુરજા બંદર,બહુચરાજી ઓવારા સહીત ના અનેક સ્થળો એ પાણી ફરી વળતાં લોકો નું સ્થળાંતર કરવાની કવાયત. ફુરજા બંદર વિસ્તાર ના ચારરસ્તા નજીક વેપારીઓ ની દુકાન માં પાણી ફરી વળતા વેપારીઓ ને મોટુ નુકશાન.

 

 

ભરૂચ : સરદાર સરોવર માંથી સતત પાણી નો પ્રવાહ છોડવામા આવતા ભરૂચ નજીક ના ગોલ્ડન બ્રિજ ની સપાટી ૩૦ ફૂટ ને પાર કરી દેતા ભરૂચ શહેર ના નીચાણવાળા વિસ્તારો માં નર્મદા ના પાણી ફરી વળતાં જ્યાં વાહનો ચાલતા હતા જ્યાં આજે બોટ ફરતી જોવા મળતા ભરૂચવાસીઓ એ ૨૦૧૩ ની ઘટના ના ફરી યાદ કરી હતી.

સરદાર સરો૫ ફૂટે વર ડેમ ની જળ સપાટી માં સતત વધારો થતાં તંત્ર દ્વારા ડેમ ના ૨૩ દરવાજા ખોલી સતત પાણી નો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જેના કારણે નર્મદા નદી માં પાણી ની આવક થતાં કાંઠા વિસ્તાર ના લોકો ને તંત્ર દ્વારા સાવચેત કરાયા હતા.પરંતુ સતત નર્મદા નદી ની જળ સપાટી માં વધારો થતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી ૩૦ ફૂટે વટાવી દેતા સમગ્ર પાણી ભરૂચ નજીક ના દાંડિયા બજાર,રોકડીયા હનુમાન,ગોલ્ડનબ્રીજ ઝુંપડપટ્ટી,લાલબજાર,બહુચરાજી ઓવારા,ફુરજા બંદર સહિત ના અનેક સ્થળો એ નર્મદા નદી ના પાણી શહેર માં પ્રવેશી રહ્યા છે

જેને લઈને કાંઠા વિસ્તાર ના લોકોનું સ્થળાંતર કરવા માટે ભરૂચ નગર પાલીકા દ્વારા પાંચ જેટલી વિવિધ ટિમો બનાવી અસરગ્રસ્તો નું સ્થળાંતર કરવાની કવાયત શરુ કરી દેવામાં આવી છે ત્યારે ભરૂચ શહેર ના ફુરજા ચાર રસ્તા નાળીયેરી બજાર માં જ્યાં વાહનો ફરતા હતા તે જગ્ય એ આજે નાવડીઓ ફરતી જોવા મળતી હતી.

જો કે હજુ પણ નર્મદા નદીમાં જળ સપાટી ૩૫ ફૂટે જવાની શક્યતાઓ ને લઈ જીલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે અને અધિકારીઓ ને હેડ ક્વાટર્સ ન છોડવા સૂચન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ઝઘડિયા,માંડવા અને મુલ્ડ તરફ અસર ગ્રસ્તો ની મદદ માટે એસડીઆરએફ ની ટિમ ને પણ ખડકી દેવામાં આવી હોય તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

૨૦૧૩ નો રેકોર્ડ જળ સપાટી વટાવે તેવી સંભાવના. ૨૦૧૩ માં સતત નર્મદા નદી માં પૂર ની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ૩૨ ફૂટ સુધી જળ સપાટી વટાવી હતી જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા જેને લઈને પૂર ની સ્થિતિ સર્જાઈ હતી જે આજે ગોલ્ડન બ્રિજ નજીક ૩૦ ફૂટ ની સપાટી વટાવતા પુનઃ એક વાર ૨૦૧૩ નું પુનરાવર્તન થયું હતું અને તંત્ર દ્વારા જળ સપાટી ૩૫ ફૂટ ની જળ સપાટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે જ્યાં સુધી નર્મદા નદી માં જળ સપાટી માં ઘટાડો નહિ થાય ત્યાં સુધી કાંઠા ના વિસ્તારોમાં લોકો એ જાગરણ કરવાનો વાળો આવ્યો હતો.

નર્મદા નદી માં પૂર ની સ્થિતિ ના કારણે સ્મશાન ગૃહ માં અંતિમ સંસ્કાર કરવામાં પણ હાલાકી. નર્મદા નદી માં પૂર ની સ્થિતિ ના કારણે કાંઠા વિસ્તાર ના લોકો ને સાવચેત કરાયા છે પરંતુ ભરૂચ ના દશાશ્વમેઘ ઘાટ નજીક નર્મદા ના પાણી આવી પહોંચતા સ્મશાન ગૃહ માં અંતિમ સંસ્કાર અર્થે આવતા ડાઘુઓ ને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.જો કે મૃતક ની અંતિમ સંસ્કાર વિધિ કરવા માટે પાણી માંથી પણ પસાર થઈ અંતિમ સંસ્કાર કર્યા હતા.ત્યારે હજુ જળ સપાટી નું સંકટ કેટલા દિવસ રહે છે  તેના ઉપર સૌ લોકો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.