ભરૂચમાં ૨૦૧૩ બાદ પ્રથમવાર નર્મદા પૂરના પાણી પ્રવેશ્યા
જીલ્લા માંથી ૯૦૦ થી વધુ લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું : એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ તહેનાત તો અફવાથી દૂર રહેવા કલેકટરની પ્રજાને અપીલ. |
(પ્રતિનિધિ) ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમ માંથી દશ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાથી ભરૂચ ખાતે સર્જાયેલ પૂર ની સ્થિતિ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૯૦૦ થી વધુ લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જીલ્લા કલેકટર દ્વારા લોકો ને સતર્ક રહેવા સાથે ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ ખાતે સરદાર સરોવર માંથી છોડવામાં આવી રહેલા પાણી ના કારણે નર્મદા નદી ૨૪ ફૂટ ની ભયજનક સપાટી વટાવી ૩૦.૭૫ ફૂટ પર બપોરે પહોંચી હતી.જે સાંજ સુધી માં ૩૨ થી ૩૩ ફૂટ સુધી પહોંચવાની સંભાવના હોવાનું જીલ્લા કલેકટર ડા.એમ.ડી.મોડીયા એ જણાવી જીલ્લા માં ૯૬૩ લોકો નું સ્થળાંતર કરાયું હોવાનું કહી જીલ્લા વહીવટી તંત્ર સ્થિતિ ચાંપતી નજર રાખવામાં આવી હોવાનું પણ તેઓ એ માહિતી આપી હતી.
આ ઉપરાંત તોએ એ કાંઠા વિસ્તાર ના ૨૨ ગામો ને એલર્ટ કરવા સાથે એસડીઆરએફ અને એનડીઆરએફ ની એક એક ટીમ બચાવ અને રાહત કામગીરી માટે હોવાનું કહ્યું હતું.જીલ્લા કલેકટરે ખોટી અફવાઓ થી દૂર રહેવા લોકો ને અપીલ કરી તંત્ર દ્વારા સતત જનર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
૨૦૧૩ ઓગષ્ટ બાદ પ્રથમ વખત ભરૂચ માં નર્મદા નદી માં પૂર આવ્યું છે અને ભરૂચ ના નીચાણવાળા વિસ્તારો માં પૂર ના પાણી ભરાતા જનજીવન ને અસર થઈ છે.ત્યારે નર્મદા ની જળ સપાટી કેટલી વધે છે તે જોવું રહ્યું. *