આચાર્ય અને શિક્ષકોએ પોતાના બાળકોને સરકારી સ્કુલમાં મુકીને અનોખુ ઉદાહરણ પુરૂં પાડ્યુંં
આણંદ, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક દાયકાથી સતત શિક્ષણ કથળી રહ્યું હતું. જાેકે છેલ્લા બે વર્ષથી સરકારે સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ ઉભી કરી છે. તેમજ કોલીફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાથી ખાનગી સ્કુલો કરતા પણ સારું શિક્ષણ બાળકોને સરકારી શાળાઓમાં મળી રહે છે તેમ છતાં હજુ પણ વાલીઓ સરકારી સ્કુલમાં પોતાના બાળકોને મુકતા ખચકાઈ રહ્યા છે.
ત્યારે નાયકા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોએ ગ્રામજનોને પ્રેરણા મળી રહે તે માટે પોતાના બાળકોને પ્રાથમિક શાળામાં મુકીને અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. હાલમાં સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે ખાનગી સ્કુલોમાં તોતીંગ ફી ભરવા છતાં શિક્ષણ સારું મળતું નથી. તેને ધ્યાને લઈ લોકો વધુને વધુ બાળકો સરકારી સ્કુલોમાં મુકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ખેડા તાલુકાના નાયકા ગામની સરકારી શાળાના આચાર્ય અને શિક્ષક પોતે સુખી સંપન હોવા છતાં પોતાના બાળકોને સરકારી સ્કુલમાં મુક્યા.તેમનાથી પ્રેરાઈને ગામના અન્ય વાલીઓએ પણ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં મુક્યા.
હાલ કોરોના મહામારીમાં સામાન્ય વ્યક્તિઓની હાલત કફોડી બની ગઈ છે.તેવા ખાનગી સ્કુલમાં બેફામ ફી ઉઘરાવે છે.ત્યારે તેવા સમયમાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે.જેમાં શરૂઆત ખેડા તાલુકાના નાયકા ગામના આચાર્ય અવિનાશ પરમાર અને શિક્ષક હરદીપસિંહ ઝાલાએ કરી છે.
તેમને જણાવ્યું કે સરકારી શાળા પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ થાય તે માટે અમે સૌ પહેલ કરી છે.શાળાના આચાર્ય અવિનાશ પરમારે પોતાના પુત્રને ધોરણ ૩માં સરકારી શાળામાં પ્રવેશ સામાન્ય બાળકોની સાથે મુક્યા છે.તેમનું વધુ કહેવું છે કે ખાનગી શાળાઓમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ અને આપણી પરંપરા અને આપણા તહેવારોનું માર્ગ દર્શન મળતું નથી.
માટે થઈને સરકારી શાળામાં ભણાવીને સારી બાબતોનું જ્ઞાન મળી રહે તે હેતુથી આ પગલું ભર્યું છે.
ખાનગી શાળાની હાટડીઓ વચ્ચે સરકારી શાળામાં પોતાના પુત્રને ભણાવતા નાયકા શાળાના આચાર્ય અને શિક્ષકનો પ્રેરણાદાયી અભિગમ છે અને શિક્ષણ ક્ષેત્રે ગળાકાપ હરિફાઈનો જવાબ છે. આ બાબતે નાયકાના ગ્રામજનોએ પણ નોંધ લીધી.અને પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યા છે.
નાયકા નજીકના અને જિલ્લા પંચાયતના સભ્ય પાર્વતીબહેન ભરતભાઈ મકવાણાએ પણ પોતાના બાળકોને નાયકાની સરકારી શાળામાં અભ્યાસ માટે મુક્યા છે.હાલમાં છેલ્લા ૨ વર્ષમાં કુમાર ૧૪ અને કન્યા ૧૬ એમ કરીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. આમ જાે સરકાર દ્વારા સરકારી શાળાઓને અદ્યતન માળખાગત સુવિધા અને આદર્શ શિક્ષણ પીરસવામાં આવે તો વાલીઓ કયારેય ખાનગી શાળાઓ તરફ આકર્ષાય નહીં.