જમ્મુ એરફોર્સ સ્ટેશન પાસે ફરી મોડી રાત્રે ડ્રોન જાેવા મળ્યો
શ્રીનગર: એરફોર્સ સ્ટેશન નજીક ફરી એક વાર ફરી ડ્રોન જાેવા મળ્યો છે આ ઘટના બુધવારે રાત્રે બની હતી, જ્યાં કોઈ અજાણ્યા ડ્રોનને જાેવામાં આવ્યું હતું, બીએસએફએ બુધવારે આ મામલે નિવેદન બહાર પાડ્યું હતું કે, ૧૩ અને ૧૪ જુલાઇની રાત્રે, અરનીયા સેક્ટરમાં બીએસએફ જવાનોએ ૯ઃ૫૨ વાગે ૨૦૦ મીટરના અંતરે એક ઝબકતી રેડ લાઈટ જાેતી હતી. ડ્રોનને જાેતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું, ત્યારબાદ તે પાકિસ્તાન બોર્ડર પર પરત ગયો હતો.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયા પછી છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુમાં ઘણા ડ્રોન જાેવા મળ્યા છે. ગયા મહિને જૂન મહિનામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટો પછી ડ્રોન જમ્મુ ઉપર ફરતો જાેવા મળ્યો હતો તે સાતમી વખત છે. પાકિસ્તાનની સરહદથી લગભગ ૧૪ કિમી દૂર સ્થિત ઉચ્ચ સુરક્ષાવાળા જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાન ઘાયલ થયા છે.
જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના હુમલાના એક દિવસ પછી ૨૭ અને ૨૮ જૂનના રોજ રાત્રે કાલુચક લશ્કરી સ્ટેશન પર બે ડ્રોન ફરતા મળી આવ્યા હતા. જ્યારે ડ્રોન નજરે ચડ્યું ત્યારે જમ્મુ ક્ષેત્રના સૈન્ય સ્ટેશનોને ખાસ કરીને હાઈએલર્ટ જાહેર કરાયું હતું. બાદમાં ૨૯ જૂનના રોજ ડ્રોનને જમ્મુ, કુંજવાની, સુંજવાન અને કાલુચક વિસ્તારોમાં લગભગ ૨.૩૦ વાગ્યે ત્રણ જુદા જુદા સ્થળોએ શોધી જાેવા મળ્યો હતો.આ પછી, બીજા દિવસે ફરીથી ડ્રોન જાેવા મળ્યા હતા અને આ વખતે ડ્રોન જમ્મુના મેરાન સાહિબ, કાળુચક અને કુંજવાની વિસ્તારમાં જાેવા મળ્યા હતા. ૨ જુલાઈના રોજ, ડ્રોન અરનીયા સેક્ટરની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પણ જાેવા મળ્યો હતો. ડ્રોનની ધમકીને ધ્યાનમાં રાખીને જમ્મુની સુરક્ષા એજન્સીઓએ એરફોર્સ સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરી છે.