યોગી સરકારના રાજમાં માફિયાઓ અને ગુંડા રાજ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે: વડાપ્રધાન
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ ગ્રાઉન્ડમાં લોકોને સંબોધિત કરતાં રાજ્યના ઝ્રસ્ યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં ઘણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે.મુખ્યમંત્રી યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા ગણાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના ઘણા વખાણ કર્યા છે.
પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના દરેક કામ જાતે જ સંભાળે છે, તે દરેક કામ પર એકદમ બારીકાઈથી નજર રાખે છે. કાશીથી દૂરના વિસ્તારોમાં પણ થતાં કામોમાં તેઓ ઘણું ધ્યાન આપે છે. વડાપ્રધાને આગળ વધુમાં કહ્યું કે યોગી સરકારના રાજમાં માફિયાઓ અને ગુંડા રાજ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. પોતાના આક્રમક અંદાજમાં તેઓ બોલ્યા કે આજે બહેન દીકરીઓ પર નજર ઉઠાવવા વાળા લોકોને ખબર છે કે તેઓ કાયદા કાનૂનથી બચી નહીં શકે. આજે યુપી સરકાર ભ્રષ્ટાચારથી અને ભાઈ ભત્રીજાવાદથી નહીં પણ વિકાસવાદથી ચાલી રહ્યું છે.
એટલે જ આજે યુપીમાં જનતાની યોજનાઓનો લાભ સીધો જ જનતાને મળે છે. મોદીને કહ્યું ક યુપીમાં જે રીતે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ફેલાતા અટકાવ્યું છે તે એકદમ અભૂતપૂર્વ છે. પોતાના પ્રયાસોમાં કોઈ કસર રાખી નથી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું છે. મફત વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક જિલ્લમાં બાળકો માટે ઓક્સિજન અને આઇસીયૂ જેવી સુવિધાઓ ચાલુ કરવાનું બીડું ઉત્તર પ્રદેશ સરકારે ઉઠાવ્યું છે તે પણ પ્રશસંનીય છે. સ્વાસ્થ્ય સુવિધાઓ પર કામ થયું છે. પહેલા જે બીમારીઓ માટે મુંબઈ જવું પડતું હતું
હવે પોતાના રાજ્યમાં જ રહીને સારવાર કરાવી શકાય છે. યોગી સરકાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં મેડિકલ કોલેજ ચાર ગણી થઈ ગઈ છે.વડાપ્રધાન મોદીએ આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં કારોબારને લઈને કહ્યું કે, રાજ્ય દેશનું અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનના રૂપમાં ઉભરી રહ્યું છે. થોડા વર્ષ પહેલા સુધી જે યુપીમાં વેપાર-કારોબાર કરવો મુશ્કેલ મનાતો હતો, આજે મેક ઇન ઈન્ડિયા માટે યૂપી પસંદગીનું સ્થળ બની ગયું છે.
તેમણે આગળ કહ્યું કે આ બધુ જ યુપીના લોકોએ જાેયું પણ છે કે અહિયાં પહેલા મગજનો તાવ અને બીજી ઘણી બધી બીમારીઓ જેવી મોટી મુશ્કેલીઓ આવતી હતી. હું જ્યારે અડધી રાત્રે પણ ફોન કરતો હતો ત્યારે મને મહામારી માટે શું શું વ્યવસ્થા કરી છે તેની માહિતી મળી જતી હતી. કોરોનાની સામે લડત આપનાર આખી ટીમનો હું આભારી છું. આ એક ઘણી મોટી સેવા છે. ઘણો મુશ્કેલ સમય હતો પણ લોકોએ પ્રયાસો કરવામાં કોઈ કમી છોડી નથી.