Western Times News

Gujarati News

ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા

અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે.

આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે. તેમજ દસ્તાવેજો સાથે ન હોય તો 15 દિવસમાં રજૂ કરી શકાશે.

કયા ગુનામાં કેટલો દંડ લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.

ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે, રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખતાઈથી કામ લેવાશે લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને ૩૦૦૦ સુધીનો દંડ, જાહેરમાં રેસ કરવા પર ૫૦૦૦ હજાર દંડ, હેલમેટ ન પહેરનારને ૫૦૦નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો ૫૦૦નો દંડ, બીજી વખત પકડાયા તો ૧૦૦૦ દંડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર ૧૦૦૦ના સ્થાને ૫૦૦ દંડ કરાયો, સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો ૫૦૦ દંડ, બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું, એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ, 16 સપ્ટે.થી નિયમોને અમલ શરૂ, નિયમો લોકોને હેરાન કરવા નહી પણ લોકોની સુરક્ષા માટે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.