Western Times News

Gujarati News

ઝઘડીયાથી ખારીયા રોડની બદતર હાલતના કારણે સ્થાનિકો રોડનુ સમારકામ માંગી રહ્યા છે

આ રોડ પર ઝઘડિયા આઈટીઆઈ પણ આવેલી હોય વિદ્યાર્થીઓને ચોમાસા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જોડતા રોડ પૈકી કેટલાક ગામડાઓને તાલુકા મથક સુધી જોડતા રોડની હાલત બદતર થઈ પડી છે.ઝઘડીયા થી વાલિયા તાલુકાને જોડતો રોડ પણ તદ્દન બિસ્માર હાલતમાં આવી ગયો છે.ઝઘડિયા ચાર રસ્તાથી ખારીયા ગામને જોડતો રોડ પણ તદ્દન ખરાબ થઈ રહ્યો છે.ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં પાંચથી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી છે

ઝઘડિયા આઈટીઆઈ પણ આજ ખારીયા રોડ પર આવેલી છે.આ રોડની ખરાબ હાલતને કારણે ઝઘડિયાના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.ઝઘડિયા આઇટીઆઇના ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ રોડનો ઉપયોગ કરતા હોય

તેમને હાલાકીનો સામનો કરવો પડે છે.ચોમાસા દરમ્યાન રોડ ઠેર-ઠેર તુટી ગયો હોય અને ખાડા ખાબોચિયા પાણીથી ભરાઈ રહેતા હોય વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ ના સમારકામ બાબતે સ્થાનિકોએ તેમજ આઈ.ટી.આઈ દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરી હોય તેનું પણ આજદિન સુધી નિરાકરણ આવેલું નથી. ઝઘડિયા ગ્રામ પંચાયતની હદની સોસાયટીના રહીશો તેમજ ખારીયા ગામના રહીશો તાત્કાલિક અસરે આ રોડનું સમારકામ હાથ ધરાય તેવી માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.