પ્રાંતિજ ટુડોર ચોકડી પાસે ઇકો કાર ખાડામાં ફસાઈ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કમાલપુર ટુડોર ચોકડી પાસે એક ઇકો કાર રોડ વચ્ચોવચ પડેલ ખાડા પડતા ફસાઈ ગઈ હતી .
પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ ટુડોર ચોકડી પાસે રોડ ના કામ ને લઈ ને રોડ વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયા છે અને અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો અવરનવર ખાડામા પડે છે ત્યારે ગઇ રાત્રીએ વરસાદ નુ ઝાપટુ પડતા ખાડામા પાણી ભરાઈ જતા ત્યાંથી મુસાફરો ભરેલ એક ઇકોકાર ખાડા ફસાઈ ગઈ હતી તો ખાડામાંથી ઇકોકાર ને બહાર કાઢવામા આવી હતી ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્રારા કે રોડ કોન્ટ્રાક્ટર દ્રારા તાત્કાલિક ધોરણે રોડ વચ્ચે પડેલ ખાડો પુરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે .