Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન ડિસેમ્બર ૨૦૨૩ સુધી દોડતી કરવાની તૈયારી

પ્રતિકાત્મક

નવીદિલ્હી : રેલવે દ્વારા પ્રાઇવેટ કંપનીઓને ટ્રેન ચલાવવાની મંજુરી આપી દીધા બાદ આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. તેજસ પ્રાઇવેટ ટ્રેનમાં ભાડુ કેટલું રહેશે તેને લઇને રેલવે દ્વારા નક્કી કરવામાં આવશે. રેલવે દ્વારા પ્રાઇવેટ કંપનીઓને ટ્રેન દોડાવવા માટે મંજુરી આપી દીધા બાદ તેજસ એક્સપ્રેસ આના પ્રથમ દાખલા તરીકે છે.

અલબત્ત રેલવેએ સ્પષ્ટતા કરી દીધી છે કે, ટ્રેન ટિકિટોની કિંમતોમાં ઝડપથી વધારાને રોકવા માટે તે ચાર્જ ફિક્સ કરી શકે છે અથવા તો ભાડા પર એક મર્યાદા નક્કી કરી શકે છે. રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે કહ્યું છે કે, પ્રાઇવેટ કંપનીઓને ટ્રેન ચલાવવા માટે હજુ સમય લાગી શકે છે. અમારી પાસે એક રેગ્યુલેટર છે

જે ભાડા, રુટના સ્થળો અને સુરક્ષાની બાબતો નક્કી કરશે. ટ્રેન અને રુટને પારદર્શી બનાવવાની પ્રક્રિયા ટૂંકમાં હાથ ધરવામાં આવશે. રુટને પારદર્શી બોલી પ્રક્રિયા દ્વારા ફાળવવામાં આવશે. અનેક પ્રાઇવેટ કંપનીઓએ ટ્રેન ચલાવવા માટે રસ દર્શાવ્યો છે. સિવિલ એવિએશનની કેટલીક કંપનીઓ પણ આ પ્રોજેક્ટને લઇને ઉત્સુક દેખાઈ રહી છે.

રેલવે દ્વારા એક પછી એક નિર્ણયો હાલમાં કરવામાં આવી રહ્યા છે. રેલવે દ્વારા એવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે, માર્ચ ૨૦૨૦ સુધી તમામ ટ્રેનોને આવરી લઇને રિયલ ટાઈમ ટ્રેન ઇન્ફોર્મેશન સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. સાથે સાથે ૨૦૨૩ સુધીમાં જીક્યુ અને અન્ય મોટા રુટ ઉપર તમામ ૨૫૬૮ જેટલા માનવવાળા લેવલ ક્રોસિંગને દૂર કરી દેવામાં આવશે.

ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડીએફસીને ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઓપરેશનમાં મુકી દેવામાં આવશે. સાથે સાથે તમામ એક્સપ્રેસ અને મેઇલ ટ્રેનમાં ગતિને વધારવામાં આવશે. આની ગતિ ૧૬૦ કિલોમીટર પ્રતિકલાક કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓપરેશનમાં મુકી દેવામાં આવશે.

૨૦૨૪ સુધી રેલવે કોચ અને ટ્રેનના પ્રોડક્શનમાં ૩થી પાંચ ગણો વધારો કરવામાં આવનાર છે. ૧૫મી ઓક્ટોબર સુધી દિલ્હી-લખનૌ તેજસ ટ્રેન ચલાવવામાં આવનાર છે. માર્ચ ૨૦૨૦ સુધી તમામ સ્ટેશનો ઉપર સીસીટીવીને ફરજિયાત કરી દેવામાં આવશે. માર્ચ ૨૦૨૧ સુધી ૪૦ નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે.

ખાનગી કંપનીઓને એ વખતે મંજુરી આપવામાં આવશે જ્યારે વર્તમાન મુખ્ય રેલ માર્ગોને સમર્પિત ફ્રેટ કોરિડોર માટે ૯૦ ટકા માલગાડીઓને રોકવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમને સમર્પિત ફ્રેટ કોરિડોર ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.