બિહાર સંભાળી ન શકાતું હોય તો મને મુખ્યમંત્રી બનાવો : તેજસ્વી યાદવ
પટણા: બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રીય જનતા દળ (રાડદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે મુખ્યમંત્રી બનાવી દેવાથી બિહારની સમસ્યાઓ દુર કરી દેશે.તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતીશકુમારથી જાે બિહાર સંભાળી શકાતું ન હોય તો તેમને તક આપે તેજસ્વી યાદવે નીતીશ સરકારની સાથે સાથે કેન્દ્રની મોદી સરકારની પણ ટીકા કરી હતી.
તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં પુરથી ત્રાહિમામની સ્થિતિ છે લોકો મરી રહ્યાં છે.પાટનગર પટણામાં થોડો વરસાદ થવા પર નાયબ મુખ્યમંત્રીનું નિવાસ પણ પાણીમાં ડુબી જાય છે આવામાં સામાન્ય વ્યક્તિના ઘરોની સ્થિતિની કલ્પના કરી શકાય છે. મોંધવારી અને બેરોજગારીની સમસ્યાઓ વિકરાળ બની રહી છે તમામ વ્યવસ્થા જ ચોપટ થઇ ગઇ છે. તેમણે નીતીશ સરકારને નિષ્ફળ ગણાવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે જાે તેમને એકવાર મુખ્યમંત્રી બનાવી દો તો તમામ સમસ્યાઓ દુર કરી દેશે તેમને એકવાર મુખ્યમંત્રી બનાવીને તો જાેવો
તેજસ્વી યાદવે વધતી મોંધવારી પર મુખ્યમંત્રી નીતીશકુમારની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘેર્યા હતાં અને કહ્યું કે જનસંખ્યા નિયંત્રણથી મોટો મુદ્દો મોંધવારી છે પરંતુ તેના પર કોઇ ચર્ચા કરી રહ્યું નથી તેમણે પેટ્રોલ ડીઝલ સહિત અન્ય સામગ્રીની કીમતોમાં સતત થઇ રહેલ વધારાને લઇ ૧૮ જુલાઇએ તાલુકામાં ૧૯ જુલાઇએ જીલ્લા મુખ્ય મથકો પર ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે રાજદ મોંધવારીના મુદ્દા પર સરકારને શાંતિથી બેસવા દેશે નહીં આ આંદોલનમાં મહાગઠબંધનના સાથી પક્ષ પણ સામેલ થશે જયારે ૨૫ જુલાઇના રોજ મહાગઠબંધનની બેઠકમાં ચોમાસુ સત્રને લઇ રણનીતિ નક્કી કરવામાં આવશે
તેજસ્વીની જેમ જ તેમના મોટા ભાઇ અને રાજદના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે પણ નીતીશકુમાર પર પ્રહારો કર્યા હતાં અને કહ્યું કે ગઇકાલે જે માથા પર સિલેન્ડર લઇ ફરતા રહેતા હતાં આજે તે કેમ કાંઇ કહી રહ્યાં નથી સત્તા પર પર હુમલો કરતા તેજપ્રતાપે કહ્યું કે સત્તા પક્ષે ૨૦ લાખ રોજગારી આપવાનું વચન આપ્યું હતું પરંતુ કોઇને રોજગારી મળી રહી નથી ઉપરથી બેરોજગારી વધી રહી છે. તેમણે આ સાથે એ પણ કહ્યું કે ગત વિધાનસભા ચુંટણીમાં રાજદ સહિત મહાગઠબંધની જીત થઇ હતી પરંતુ જાણી જાેઇને મુખ્યમંત્રી નીતીશકુમારની સરકારે હરાવી દીધા