સાધ્વી પ્રજ્ઞા રસી લગાવવા માટે ટીમને ઘરે બોલાવી રસી લીધી
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એક વાર ફરી વિવાદમાં સપડાઈ છે. વિવાદોથી ઘેરાઈ રહેવાની તેમને આદત છે. આ અઠવાડીયે જ તેમણે મેડિકલની ટીમને ઘરે બોલાવીને વેક્સિન લીધી હતી. રસી લગાવવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓને તેમના ઘરે બોલાવામાં આવ્યા હતા. જાે કે, તેમને હાલમાં વાયરલ થયેલા અનેક વીડિયોમાં તે ક્યાંક બાસ્કેટ બોલ રમતા હોય અથવા લગ્નમાં નાચતા પણ દેખાયા હતા. ત્યારે હવે આ બાબતને લઈને કોંગ્રેસ પાર્ટીએ આકરી ટીકા હતી.
વિપક્ષી પાર્ટીએ પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, પ્રજ્ઞા ઠાકુર બાસ્કેટબોલ રમી શકે છે, લગ્ન નાચી પણ શકે છે.
પણ રસી લગાવવા જઈ શકતી નથી. વિપક્ષના નેતાઓએ તેમના સ્વાસ્થ્ય પર સવાલો કર્યા છે. તો વળી રાજ્ય પ્રશાસને બચાવ કરતા જણાવ્યુ હતું કે, વૃદ્ધ અને વિકલાંગો માટે વિશેષ નિયમ અંતર્ગત ઘરેલી રસીકરણ માટે હકદાર હતી. નિયમ અનુસાર વૃદ્ધ લોકો અને વિકલાંગોને ઘરે જઈને રસી લગાવી શકાય છે. તેમને રસી આપવામાં કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ નથી.
મધ્ય પ્રદેશમાં રસીકરણ માટે જ્યાં લાંબી લાઈનો લાગે છે, ત્યાં સાધ્વી પ્રજ્ઞાએ ઘરે બોલાવી સત્તાનો દુરૂપયોગ કર્યો છે. ૫૧ વર્ષિય પ્રજ્ઞા સિંહ મેડિકલના બહાના બનાવીને માલેગામ કેસમાં જામીન પર બહાર છે અને તેણે પોતાના તબિયતનો હવાલો આપીને કોર્ટની કાર્યવાહી ગેરહાજર રહે છે. જાે કે, હાલમાં તેના જે વીડિયો વાયરલ થયા છે, તેમાં તેના ખોટા દાવાની પોલ નાખે છે.