ગર્ભવતી પરિણીતાએ દવાના પૈસા માગતા દારૂડિયા પતિએ ફટકારી
પતિએ કહ્યું કે તું તારા બાપના ઘરે જઈને દવા કરાવજે, મારી પાસે પૈસા નથી
અમદાવાદ, વેજલપુરમાં રહેતી ગર્ભવતી પરિણીતાએ દવાના પૈસા માગતાં દારૂડિયા પતિએ કહ્યું કે તું તારા બાપના ઘરેથી દવા કરાવજે. અહીં મારી પાસે પૈસા નથી. આમ કહીને ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યોછે.
વેજલપુરના સાંઈબાબા સોસાયટીમાં રહેતી, રપ વર્ષીય પરિણીતાએ પતિ તેમજ સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના લગ્ન વર્ષ ર૦ર૦માં સમાજના રીતરિવાજ મુજબ શૈલેશ ભોજિયા સાથે થયાં હતા. પરિણીતાનાં પ્રથમ લગ્ન હર્ષદભાઈ સાથે થયા હતા. જાે કે બન્ને વચ્ચે મનમેળ ન થતાં છૂટાછેડા થઈ ગયા હતા.
પરિણીતાનાં લગ્નના ચાર મહીના બાદ ઘરકામની નાની બાબતોને લઈને સાસરિાંએ તેને ત્રાસ આપવાનુ શરૂ કરી દીધું હતું. પરિણીતાને સાસુ કહેતાં હતાં કે તું તારા માબાપના ઘરેથી કશું શીખીને આવી નથી. તને કંઈ કામ કરતાં આવડતું નથી. આમ કહીને મહેણાં ટોણાં મારતા હતા. પતિ પણ દારૂ પીને આવીને પરિણીતાને ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો.
પરિણીતા હાલમાં ત્રણ મહિનાથી ગર્ભવતી છે જેથી પરિણીતાને સાસુ કહેતાં હતા કે તું તારા બાપના ઘરે જઈને ડિલિવરી કરાવજે. અમે ડિલિવરીના પૈસા આપવાના નથી. ગઈકાલે પરિણીતાએ પતિ પાસે દવાના ખર્ચના પૈસા માગ્યા હતા. જેથી પતિએ કહ્યું કેતું તારા બાપના ઘરે જઈને દવા કરાવજે. અહીં મારી પાસે પૈસા નથી. આમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો. પરિણીતાએ આખરે કંટાળીને સાસુ તેમજ પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.