અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકારના મોત મામલે તાલિબાની પ્રમુખે દુઃખ વ્યક્ત કર્યું
કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાને દુખ વ્યક્ત કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે દાનિશની મોત પાછળ તેમનો હાથ નથી. દાનિશના મૃતદેહને ઈન્ટરનેશનલ કમેટી ઓફ ધ રેડ ક્રોસને સોપવામાં આવ્યો છે. કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં યુદ્ધ વખતે દાનિશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે તાલિબાન પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમને એ વાતની જાણજ નથી કે ગોળીબારી વખતે પત્રકારનું મોત થયું છે. તેમણે એવું કહ્યું કે અમને ખ્યાલ પણ નથી કે તેમનું મોત કેવી રીતે થયું છે. સમગ્ર મામલે મુજાહિદે મીડિયાને એવું કહ્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ પત્રકાર પ્રવેશ કરે તો તેમને જાણ કરવામાં આવે અમે તેનું ખાસ ધ્યાન રાખીશું.
દાનિશ સિદ્દિકીના મોત પર દુખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમણે જાણકારી આપ્યા વગરજ યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તે વાતનું અમને દુખ છે. આપને જણાવી દઈએ કે પુલિત્જર પુરસ્કરા વિજેતા દાનિશ રોયટર્સ સાથે કામ કરતા હતા. તેઓ ત્યાથી સ્થિતીની કવરેજ કરવા ગયા હતા. જ્યા તાલિબાને પાકિસ્તાનની સીમા પર કબ્જાે કરી લીધો છે.
જે સીમા પર તાલીબાને કબ્જાે મેળવ્યો છે તે સીમા પાછી મેળવવા અઘાનિસ્તાન આર્મી અને તાલીબાની વચ્ચે યુદ્ધ થયું હતું. બાદમાં ઘાયલોને પાકિસ્તાનની સીમા પાસે આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા ખબર પડી પત્રકાર દાનિશ સિદ્દિકીનું પણ મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે તાલિબાન અને અઘાનિસ્તાની સેના વચ્ચે શહેરના મુખ્ય બજારમાંજ યુદ્ધ થયું હતું. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા ઘણા સમયથી તાલિબાન સક્રિય છે. જેઓ નિયમીત રીતે અફઘાનિસ્તાનમાં પણ પ્રવેશ કરતા રહેતા હોય છે.