પાકિસ્તાનમાં પેટ્રોલ ૧૧૮.૦૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૧૬.૫ પ્રતિ લીટર
ઇસ્લામાબાદ: કોરોના સંકટ વચ્ચે ભારતમાં જ તેલના ભાવ આસમાને પહોંચ્યા નથી પરંતુ દુનિયાના અનેક દેશોમાં હાલ તેલના ભાવમાં વધારાને કારણે સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે. પડોસી દેશ પાકિસ્તાનની જ વાત કરીએ તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે એવામાં ઇમરાન ખાનની સરકારે પેટ્રોલ અને હાઇસ્પીડ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.ઇમરાન સરકારે પેટ્રોલની કીંમતમાં ૫.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨.૫૪ રૂપિયા પ્રતિ લીટરનો વધારો રહ્યો છે.
પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં તહરીક એ ઇસાફ પાર્ટીની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કીંમત ૧૧૮.૦૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કીમતમાં ૧૧૬.૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકયા છે.
પેટ્રોલ અને ડીઝલમાં આવેલ તેજીની અસર હવે પાકિસ્તાનમાં કેરોસીન ઓઇલ અને લાઇટ ડીઝલ ઓઇલ (એલડીઓ)ના ભાવમાં જાેવા મળી રહી છે.કેરોસીનમાં ૧.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલ ઓઇલમાં ૧.૨૭ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. કેરોસીનની નવી કીમત ૮૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર અને એલડીઓની ૮૪.૬૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
વડાપ્રધાન ઇમરાન ખાનના રાજકીય બાબતોના વિશેષ સચિવ શાહબાજ ગિલે તેલ કીમતોમાં વધારાની બાબતમાં માહિતી આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ખુબ તેજી આવી છે. તેને જાેતા પેટ્રોલના ભાવમાં ૧૧.૪ રૂપિયા પ્રતિ લીટરના વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ વડાપ્રધાન ઇમરાન ખાને તેલની કીંમતોમાં ફકત ૫.૪૦ રૂપિયાનો વધારો કર્યો ે યાદ રહે કે પાકિસ્તાન ઇમરાન ખાનના સત્તામાં આવ્યા બાદથી જ જબરજસ્ત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે
પાકિસ્તાનને પોતાનું દેવું ચુકવવા માટે પણ દેવું કરવું પડી રહ્યું છે ગત મહીનામાં જ અહેવાલ હતો કે પાકિસ્તાને અબજાે ડોલરના દેવા માટે સાઉદી આરબની ઇસ્લામિક બેંકથી એક સમજૂતિ કરી હતી
બીજીબાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાતી પાકિસ્તાની પ્રજા વધુ મુશ્કેલીમાં મુકાઇ છે. પાકિસ્તાનીઓનું કહેવુ છે કે પહેલાથી જ મોંધવારી એટલી બધી છે કે બે ટંક ભોજન મળવું મુશ્કેલ થઇ રહ્યું છે ત્યારે આ ભાવ વધારો વધુ મુશ્કેલીમાં મુકી દેશે