Western Times News

Gujarati News

શરદ પવારે વડાપ્રધાનની એક કલાક સુધી મુલાકાત લેતા રાજકારણમાં ગરમાવો

નવીદિલ્હી: એનસીપીના વડા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ મીટિંગના ક્યાં વિષયને લઈને થઇ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જેના કારણે અટકળો તીવ્ર બની રહી છે. શરદ પવારે ગઈકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા, આજે તેઓ વડા પ્રધાનને મળ્યા હતા. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રના રાજકારણની પણ આ બેઠકમાં ચર્ચા થઈ હશે. જાેકે સરકારી સૂત્રો કહે છે કે આ બેઠક સહકારી વિશે હતી, પરંતુ શરદ પવારની એક કલાકની વડા પ્રધાન સાથેની મુલાકાતથી ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ આઘાડીની સરકાર છે. હાલમાં જ થયેલા કેબિનેટ વિસ્તરણ બાદથી ગઠબંધન નેતાઓની નારાજગીની ખબરો સામે આવી રહી છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારને લગભગ બે વર્ષ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં થઈ હતી જેમાં ભાજપને ૧૦૪, શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ફાળે ૪૩ બેઠકો ગઈ હતી. જાે કે ભાજપના નેતાઓ અનેકવાર કહી ચૂક્યા છે કે પાર્ટી આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર એકલા હાથે લડશે. તે કોઈ સાથે ગઠબંધન કરશે નહીં.

કોંગ્રેસે પોતાના લોકસભા સાંસદોની આવતીકાલે બેઠક બોલાવી છે.જેને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધિત કરશે. સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસ બીજી પાર્ટીઓ સાથે પણ સંપર્કમાં છે. મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોમાં છાશવારે જાેવા મળતા બદલાવ વચ્ચે શરદ પવારે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત બાદ આ તરફ બધાનુ ધ્યાન ખેંચાયુ છે.શિવસેના પણ હાલમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી નજરે પડી રહી છે. મોદી મંત્રીમંડળમાં પણ શિવસેના સામેલ થશે તેવી અટકળો લાગી હતી

તાજેતરમાં શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના અહેવાલો વહેતા થયા હતા.જેને લઈને પવારે પોતે કહ્યુ હતુ કે, હું રાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર બનવાનો નથી.મને ખબર છે કે, જે પાર્ટી પાસે ૩૦૦ કરતા વધારે સાંસદ હોય ત્યારે આ ચૂંટણીનુ પરિણામ શું આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.