પ્રિયંકાએ સપા નેતા ઋતુ સિંહ અને તેમના સમર્થક અનિતા યાદવ સાથે મુલાકાત કરી
લખનૌ: બે દિવસના પ્રવાસે લખનૌ પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે લખીમપુર ખીરી જઈને સમાજવાદી પાર્ટીના નેતા ઋતુ સિંહ અને તેમના સમર્થક અનિતા યાદવ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે આપણે કયા રાજકીય પક્ષમાંથી છે, આપણે મહિલાઓ છીએ અને જે કંઈ પણ બ્લૉક પ્રમુખ અધ્યક્ષ સાથે ચૂંટણીમાં થયુ, એ કોઈ મહિલા સાથે ન થવુ જાેઈએ. ઉલ્લેખનીય છે કે ગઈ ૮ જુલાઈના રોજ બ્લૉક પ્રમુખ અધ્યક્ષની ચૂંટણીમાં નામાંકન કરતી વખતે ઋતુ સિંહ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
આ ઘટનાનો ભાજપ કાર્યકર્તાઓ ઉપર તેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. ગઇકાલે શુક્રવારે પ્રિયંકા ગાંધીએ યુપીમાં ભાજપ સરકારની નીતિઓ સામે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે મૂક પ્રદર્શન કર્યુ. પોતાના લખનૌ પ્રવાસના બીજા દિવસે પ્રિયંકા ગાંધી આજે અમેઠી અને રાયબરેલીના બ્લૉક અધ્યક્ષો ઉપરાંત પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો સહિત પાર્ટીના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી આ ઉપરાંત બેરોજગાર મંચ સંસ્થાના લોકો સાથે પણ પ્રિયંકા ગાંધીની બેઠક કરી હતી
પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગી પર પણ નિશાન સાધ્યુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ‘મોદીજીના સર્ટિફિકેટથી યુપીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન યોગી સરકારની આક્રમકતા ક્રૂરતા, બેદરકારી અને અવ્યવસ્થાની સચ્ચાઈ છૂપાઈ શકી નહિ. લોકોએ અપાર પીડા, લાચારીનો એકલા સામનો કર્યો. આ સચ્ચાઈને મોદીજી, યોગીજી ભૂલી શકે છે, જેમણે કોરોનાની પીડા સહન કરી છે, તે નહિ ભૂલે.’