યૌન સંબંધ વગર કરવામાં આવેલું યૌન ઉત્પિડન બળાત્કાર છે
મુંબઈ: મુંબઈ હાઇકોર્ટે બળાત્કારના આરોપમાં ૩૩ વર્ષના વ્યક્તિની સજાને યથાવત રાખીને કડક વલણ દર્શાવતા કહ્યું કે યૌન સંબંધ બનાવ્યા વગર કરવામાં આવેલું યૌન ઉત્પીડન ભારતીય દંડ સંહિતાની ધારા ૩૭૬ હેઠળ બળાત્કારની પરિભાષા હેઠળ આવે છે. ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-ડેરેએ ૨૦૧૯માં નીચલી કોર્ટ દ્વારા એક વ્યક્તિને સંભળાવામાં આવેલી ૧૦ વર્ષ ની કઠોર કારાવાસની સજાને યથાવત રાખવામાં આવી છે.
ગયા મહિને આપેલા ર્નિણયમાં ન્યાયાધીશે સત્ર કોર્ટના આદેશને પડકારતા વ્યક્તિની અપીલને ફગાવી દીધી છે. સત્ર અદાલતે વ્યકિતને માનસિક રૂપથી નબળી મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપી ગણાવ્યા હતા. અપીલમાં દલીલ આપવામાં આવી કે તેના અને પીડિતા વચ્ચે યૌન સંબંધ બન્યો નહોતો. પરંતુ હાઇકોર્ટે કહ્યું કે ફોરન્સિક તપાસમાં યૌન ઉત્?પીડનનો મામલો સાબિત થયો છે.
હાઇકોર્ટે કહ્યું યૌન ઉત્પીડનની ઘટના જયાં થઇ હતી. તે જગ્યાએથી માટીના લેવામાં આવેલા નમૂના તથા આરોપીના કપડાં અને પીડિતાના શરીર પર મળેલા માટીના અંશ મળે છે. ફોરેન્સિક રિપોર્ટમાં તેની પુષ્ટિ થઇ કરવામાં આવી. આ પુરાવા અભિયોજનના મામલાને સાબિત કરે છે કે મહિલાનું યૌન ઉત્પીડન થયું છે. મહિલાના પ્રાઇવેટ પાર્ટને આંગળીઓથી અડવું પણ ગુનાની શ્રેણીમાં આવે છે.