મહીસાગરમાં ૪ મહિલાઓ દ્વારા બાળકની હત્યાનો ગોરખ ધંધો ઝડપાયો

મહીસાગર: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ચાર જેટલી મહિલાઓ દ્વારા ગેરકાયદે ગર્ભપાતનો કારોબાર ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે.આ વાતની સાબીતી પૂરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં ચાર મહિલાઓ એક યુવતીનો ગેરકાયદે ગર્ભપાત કરાવી રહી છે અને કૂખમાં જ બાળકની હત્યા કરી રહી છે. આ મહિલાઓ વિશે તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ તેમની પાસે ગેરકાયદે ગર્ભપાત માટે આવતી યુવતીઓને પહેલા એનેસ્થેશિયા આપે છે અને બાદમાં ચારેય સાથે મળીને તેનો ગર્ભપાત કરે છે.
હાલ સામે આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે,એક નાની ઉમરની યુવતીને બેભાન કરીને પેટમાંથી રહેલા બાળકની હત્યા કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ વીડિયોમાં દેખાઈ રહી છે અને સંતરામપુરના એક મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાના ગોરખ ધંધાથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલ એક ખાનગી હોસ્પિટલના સ્ટાફ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.
નવાઇની વાત એ છે કે આ મહિલાઓએ આ માટે એક મકાન પણ ભાડે રાખ્યું છે.ગર્ભપાત કરાવનારી આ મહિલાઓ કોણ છે. તેમની પાસે આ માટેની કોઇ ડિગ્રી છે કે નહીં.તેમને ગર્ભમાંજ આ રીતે બાળકની કતલ કરવાની પરવાનગી કોણે આપી. આવા અનેક સવાલો આ વીડિયો સામે આવ્યા બાદ ઉઠ્યા છે. તો બીજી તરફ આ અંગે આરોગ્ય વિભાગ અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે તે સવાલ પણ ઉઠ્યો છે.
વળી, ભ્રુણ હત્યાનો કારસો કેટલા ટાઈમથી ચાલી રહ્યો છે ગોરખ ધંધો તે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો એક બાદ એક મોટા માથા બહાર આવે તો નવાઈ નહીં. હાલ તો આ વીડિયો જાેઈ આરોગ્ય અધિકારી તપાસ સમિતિ રચી તપાસ કરી ફરી વાર જિલ્લા માં આવું કૃત્ય ના થાય તેવા હેતુ સર યોગ્ય કાર્યવાહી કરી હત્યાનો ગુનો નોંધવા નું જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ જણાવી રહ્યા છે ત્યારે કેવા પ્રકાર ની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે તે જાેવું રહ્યું.