Western Times News

Gujarati News

દુષ્કર્મના કેસમાં આરોપીને હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો

ચેન્નઈ: ટાઈપોગ્રાફિકલ એરરના કારણે દુષ્કર્મનો એક આરોપી લગભગ છૂટી ગયો હતો. નીચલી કોર્ટે તો તેને છોડી જ મૂક્યો હતો પરંતુ હાઈકોર્ટ દ્વારા તેનો ચૂકાદો ફેરવી તોળવામાં આવ્યો હતો. પોલીસે સીમેન (સિમેન એટલે વીર્ય)નો સ્પેલિંગ સેમ્મેન (સેમ્મેન જેને તમિલમાં લાલ માટી કહેવાય છે) લખ્યો હતો. જેના કારણે તે નીચલી કોર્ટમાં છૂટી ગયો હતો પરંતુ મદ્રાસ હાઈકોર્ટે આ ચૂકાદાને ફેરવી તોળ્યો હતો. પોલીસે ચાર્જશીટમાં અઢી વર્ષની બાળકીના ગુપ્તાંગમાંથી ‘સિમેન’ મળ્યું હતું તેના બદલે ‘સેમ્મેન’ લખ્યું હતું

જેનો મતલબ છે કે બાળકીના ગુપ્તાંગમાંથી લાલ માટી મળી હતી. બાળકી રમી રહી હશે ત્યારે તે માટી ત્યાં ભરાઈ ગઈ હશે તેવું નોંધીને તિરુવરુર ડિસ્ટ્રિક્ટ મહિલા કોર્ટે આરોપીને આ કેસમાંથી મુક્ત કરી દીધો હતો.

મદ્રાસ હાઈકોર્ટના જજ પી વેલમુરુગને તિરુવરૂર જિલ્લાના એસ પ્રકાશને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી અને સરકારને બાળકીના પરિવારને ૧ લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭માં બાળકીની માતા જ્યારે ખરીદી કરવા બહાર ગઈ હતી ત્યારે પ્રકાશે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પાછા ફર્યા બાદ માતાએ જાેયું તો બાળકી રડી રહી હતી

તેના ગુપ્તાંગમાંથી સફેદ પ્રવાહી નીકળી રહ્યું હતું. તેમણે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરી હતી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. ફરિયાદી પક્ષે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ સમક્ષ પૂરાવા રજૂ કરતા પહેલા અંગ્રેજીમાં ‘સિમેન’ના બદલે તમિલનો શબ્દ ‘સેમ્મેન’ લખાઈ ગયો હતો. ટ્રાયલ દરમિયાન થયેલી આ ભૂલનો લાભ ઉઠાવીને બચાવ પક્ષે દલીલ કરી હતી

માતાએ બાળકીના ગુપ્તાંગમાં લાલ રંગની માટી જાેઈ હતી અને બાળકીના અંડરગાર્મેન્ટ્‌સમાં સિમેન મળ્યું ન હતું. હતું કે તપાસ અધિકારીએ વધારે પ્રયાસ કરવા જાેઈએ અને ઉમેર્યું હતું કે, આરોપી ટેકનિકલ કારણોને લીધે છટકી ગયો અને કમનસીબે તપાસ પણ યોગ્ય રીતે થઈ નથી. નીચલી અદાલતે પણ પોતાના મગજનો ઉપયોગ કર્યો ન હતો અને આરોપીને શંકાનો લાભ આપ્યો હતો. પરંતુ આવા કેસમાં અમે ટેકનિકલ બાબતોના પૂરાવાને વધારે મહત્વ આપી શકીએ નહીં.

કેસ દાખલ કરવામાં બે વર્ષનો વિલંબ થયો હતો અને જજ વેલમુરૂગને જણાવ્યું હતું કે, આવા કેસમાં કે જ્યાં પીડિતા એક નાની બાળકી છે જે પોતાની વાત રજૂ કરી શકે નહીં અને માતા પણ અભણ છે તે જાેતા એફઆરઆઈ નોંધાવવામાં મોડું થાય તો કેસ નબળો બની જતો નથી. તેમણે કહ્યું હતું કે, આવા કેસોમાં પીડિતાની માતા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અશિક્ષિત મહિલા તાત્કાલિક પોલીસ પાસે જતી નથી અને જ્યારે કોર્ટ તથા ફરિયાદી પક્ષ ફરિયાદમાં વિલંબ જેવી ટેકનિકલ બાબતો પર ભાર આપે છે ત્યારે તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.