અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વકરવા પાછળ કોપોરેશન-ટ્રાફિક વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જવાબદાર?
ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસુલે નહીં સાથે સાથેે ટ્રાફિક સમસ્યા પર પણધ્યાન કેન્દ્રીત કરેઃ રોડ-રસ્તાના કામો રાત્રીના સમયે કરાય
શિવરંજની ચાર રસ્તા, નહેરૂનગર, સેટેેલાઈટ, ભાવનિર્ઝર સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાર્ક થતાં વાહનો અને બીજા દબાણો તંત્રના નજરે કેમ પડતા નથી??
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ધીમે ધીમે જાણે કે વિરાટ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેનો ખ્યાલ પીકઅવર્સ દરમ્યાન ઓફિસના સમયે સવારે અને સાંજના આવી શકે છે. અમદાવાદ ભૌગોલિક દ્રષ્ટીએે વિકાસ પામ્યુ છે. નવા નવા રહેણાંક વિસ્તારો તથા કોમર્શિયલ કોમ્પ્લેક્ષો બન્યા છે અને નવા બની પણ રહ્યા છે.
પરંતુ જવાબદાર તંત્રના દૂરંદેશીપણાના અભાવ-બેદરકારી અને સંકલનના અભાવના પરિણામે સામાન્ય નાગરીક ટ્રાફિકની ઝંઝાળમાં ફસાઈ ગયો છે. આ ટ્રાફિકની ઝંઝાળમાંથી ક્યારે મુક્ત થવાશે તે આશા લઈને એ વહીવટી તંત્ર તરફ મીટ માંડીને બેઠો છે.
ટ્રાફિકની સમસ્યા માટે સૌ કોઈ વતે-ઓછે અંશે જવાબદારી છે. તેમ છતાં આ સમસ્યાને દૂર કરવા અગરતો હળવી કરવાની જેની જવાબદારી છે તે ટ્રાફિક પોલીસ વિભાગ- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગર તો બીજી જવાબદાર એજન્સીઓ વચ્ચે જે સંકલન હોવુ જાેઈએ તે જણાતુ નથી.
ટ્રાફિક પોલીસનો સમય વીઆઈપીઓના આગમન તથા નેતાઓની પાછળ વ્યતિત થતો હોય છે પરંતુ બાકીના સમયમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જે સંકલન હોવુ જાેઈએ એના અભાવના લીધે અમદાવાદ જેવા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાનો અનુભવ નાગરીક કરી રહ્યો છે.
ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. એક તો સમયનો વ્યય થાય છે. તો બીજી તરફ આર્થિક નુકશાન થાય છે. વેપાર ધંધા-સાથે સંકળાયેલા લોકો પોતાની વ્યથા કોને કહેશે? તે સંબંધિત વિભાગોએ સમજવાની જરૂર છે. ગુજરાતની બહારના અન્ય રાજેયોના મોટા શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં નાગરીકો વસવાટ કરે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહી એ હેતુથી રોડ-રસ્તાના જે પણ કામો હોય છે તો તે ટુકડા-ટુકડામાં રાત્રીના દસ વાગ્યા પછી છેક વહેલી સવાર સુધીમાં કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખીને પૂર્ણ કરવામાં આવે છે. અમદાવાદમાં તેનાથી વિપરીત ચિત્ર જાેવા મળે છે.
અમદાવાદમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) પોતાની રીતે જ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કૃયા વગર જ કામ કરે છે. અને મોટેભાગે દિવસ દરમ્યાન કામ થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા અનેકગણી વધી જતી હોય છે. પરિણામ એ આવે છે કે વાહનચાલકો ટ્રાફિક પોલીસ-એએમસી સત્તાવાળાઓની કામગીરી બાબતે અસંતોષ વ્યક્ત કરતા હોય છે.
ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તથા ટ્રાફિક વિભાગને મદદ કરવા અમુક જગ્યાએે તો સીનિયર સીટીઝન કે સમાજ સેવકો ટ્રાફિક પોલીસની જગ્યાએ પોતે કામ કરતા નજરે પડે છે. આમ કરીને તેઓ પ્રશાસનને સાથ આપીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોતાનું યોગદાન પણ આપે છે.
ટ્રાફિકનો પ્રશ્ન અત્યંત જટીલ હોવા છતાં ટ્રાફિક પોલીસ આ બાબતે જાગૃત નહીં હોવા અંગેે વ્યાપક ફરીયાદો નાગરીકો કરતા હોય છે. મોટેભાગે ટ્રાફિક પોલીસ દંડ ‘વસુલવા-ઉઘરાવવામાં’ જ વ્યસ્ત દેખાતી હોય છે.તો ઘણી વખત તો તેમની સામે નાગરીકો આક્ષેપો પણ કરતા હોય છે.
શહેરના ટ્રાફિક સિગ્નલો પર પણ કેટલાક સ્થળોએ આ જ પ્રકારની સ્થિતિ જાેવા મળતી હોય છે. ટ્રાફિક-વ્યવસ્થિત રીતે પસાર થઈ જાય તેના તરફ લક્ષ્ય આપવાની જગ્યાએ મોટા મોટા સર્કલો પર ટ્રાફિકના જવાનોના ટોળા એક તરફ જવાના માર્ગેે વચ્ચોવચ ઉભા રહી દૃંડ વસુલતા હોય છે. અગર તો એકબાજુ બેસીને કેટલાંક જવાનો તો મોબાઈલ પર ચેટીંગ કરતા જાેવા મળતા હોય છે.
આવા સ્થળોએ સંકલનનો અભાવ જાેવા મળે છે. જાે કે આ પ્રકારની સ્થિતિમાં નાગરીકો પોતાના મગજ પર કંટ્રોલ રાખે છે. અને સુઝબુઝથી મોટા સર્કલો પર નિયમબધ્ધ રીતે પોતાના વાહનો ચલાવતા હોય છે. અમુક સર્કલો પર ટ્રાફિક પોલીસ અદ્રષ્ય થઈ ગઈ હોય છે. પરિણામે વાહનચાલકો પણ એકબીજાથી વહેલા નીકળવાની માથાકૂટમાં ટ્રાફિકમાં ફસાઈ જાય છે.
જાે કે છેવટે તેઓ ટ્રાફિક પોલીસ અને સરકારને જવાબદાર માનેીને પોતાનો ગુસ્સો શબ્દો દ્વારા વ્યક્ત કરતા હોય છે જે યોગ્ય નથી. ટ્રાફિકની સમસ્યા મહૃદ્દઅંશે હળવી કરવા માટે જયારે રાત્રીનો સમય હોય ત્યારે રોડ-રસતાની રીપેરીંગની કામગીરી કરવી જરૂરી છે. કારણ કે આ સમયે ટ્રાફિકનું ભારણ ઓછું હોય છે. એએમસી-ટ્રાફિક વિભાગ સંકલન કરીને આ દિશા તરફ વિચારે એ આવશ્યક છે. ઘણી વખત તો પીકઅવર્સમાં કોર્પોરેેશનના કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય છે તેઓ નાગરીકોની હડફેટેે ચડી જાય છે અને કોન્ટ્રાક્ટરના માણસો જાેડે નાગરીકો માથાકૂટ કરવા લાગે છે.
પરંતુ જાે આજ કામ રાત્રીના સમયે થાય તો બધાને તકલીફ ઓછી પડે અને સુગમતાથી કામ પુરૂં થઈ જાય. ટ્રાફિકના પ્રશ્નો કે સમસ્યાના નિરાકરણ માટે સરકાર તરફથી નીમાતી ટ્રાફિક એડવાઈઝરી બોર્ડ પણ આ બાબતેે મૌન કેમ છે?? શું બોર્ડે આ બાબતોને ધ્યાન પર લીધી નથી??
કે પછી તેની રજુઆતોનું કોઈ પરિણામ આવ્યુ નથી?? ટ્રાફિક સમસ્યા સૌ કોઈને પરેશાન કરે છે. તેની અનુભૂતિ પીકઅવર્સના મસયે નાગરીકોને થતી હોય છે. પરંતું રાજેયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં સી.જી. રોડ ઉપર પીકઅવર્સ દરમ્યાન પસાર થયા હતા. ત્યારે તેમણે ટ્રાફિક જામની સમસ્યાને લઈને જાતે કારમાંથી ઉતરીને પોલીસ અધિકારીઓને દિશા-નિર્દેશ કર્યો હતો. ખુદ રાજયના મુખ્યમંત્રી ટ્રાફિક સમસ્યાથી અવગત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા, નહેરૂનગર, સેટેેલાઈટ, ભાવનિર્ઝર પાસેના વિસ્તારોમાં બેફામ રીતે વાહનો પાર્ક થાય છે. રોડ-રસ્તાઓ પર વાહનો પાર્ક થતાં હોવા છતાં ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કેમ કરે છે?? એવો પ્રશ્ન ત્યાંથી પસાર થતાં નાગરીકો પૂછી રહ્યા છે.
ટ્રાફિક પોલીસના અધિકારીઓએ કોમન મેનની આ નોંધ ધ્યાન પર લેવી જાેઈએ. જાે કે કોઈ જાતના પગલાં નહીં લેવાતા સામાન્ય નાગરીકોના મનમાં શંકા-કુશંકાના વાદળો સર્જાતા હોય છે.
ટ્રાફિક સમસ્યા માટેે દોષનો ટોપલો માત્ર ટ્રાફિક પોલીસ કે કોર્પોરેશન પર ટોળી દેવો યોગ્ય નથી. કેટલેક અંશે ટ્રાફિકને લઈને નાગરીકોમાં પણ સ્વયંશિસ્તનો અભાવ જાેવા મળી રહ્યો છે. સામાન્યઃ એ પણ એક જવાબદાર ફકટર છે . સામાન્ય લોકોને ટ્રાફિક પોલીસની દંડ ઉઘરાવવાની જે પધ્ધતિ છે તેની સામે રોષ છે, સામે વાહનચાલકો પણ ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરતા નથી. જેને પરિણામે પોલીસ તેની જવાબદારી અદા કરીને દંડ વસુલતી હોય છે. આમાં ઘણી વખત પ્રજા-ટ્રાફિક પોલીસ વચ્ચેે માથાકૂટ થતી હોય છે. આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રચનાત્મક કામગીરી જરૂરી છે.યોગ્ય સંકલનની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા હળવી જરૂર થઈ શકે છે.ઉદાહરણ તરીકે પીક અવર્સ ના સમયેે ટ્રાફિક પલોીસ માત્ર ટ્રાફિક પર ધ્યાન આપીને દંડ સહિતની કામગીરી રોકી દે તો ટ્રાફિકની સમસ્યા એકંદરે હળવી બની શકે છે. કારણ કે હવે તો તમામ ચારરસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવાયા છે. એટલે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને આસાનીથી ઝડપી શકાય છે.
ટ્રાફિક પોલીસ પોતાનું કામ ઈમાનદારીપૂર્વક કરે છે. માત્ર અભાવ છે તો સંકલનનો. સંકલનના અભાવને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસ મોટેભાગે તેમની સમક્ષ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં પોતે ે માનસિક કાબુ રાખીને શાંતિથી લોકો જાેડે વર્તન કરતા હોય છે. અને કોઈ વધારે પડતી માથાકૂટ ન થવા દઈને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરતી જાેવા મળે છે. જે ખરેખર પ્રશંસાપાત્ર છે.
કોરોનાકાળમાં પણ ટ્રાફિક પોલીસ અવિરતપણે કામ કરતી હતી. આમ, ટ્રાફિક સમસ્યા માટે માત્ર ટ્રાફિક પોલીસ-કોર્પોરેશન પર દોષનો ટોપલો ઢોળવાની જગ્યાએ આપણે સૌ કોઈએ આત્મમંથન કરવું પડશે. ટ્રાફિકના કાયદાનું પૂર્ણપણે પાલન કરીને તેની શરૂઆત સ્વયંથી કરવાની રહેશે.