વીડિયો ફોન પર યુવતિ ર્નિવસ્ત્ર થઈ: ફફડી ગયેલા પૂર્વ મંત્રી પાસેથી અઢી લાખ પડાવ્યા

પ્રતિકાત્મક
વીડિયો ફોન પર ર્નિવસ્ત્ર થઈ યુવતીએ પૂર્વમંત્રીને ફસાવ્યા-રોજ સરેરાશ હનિટ્રેપના દસેક કેસ, ફરિયાદી પૈસા આપવાની સ્થિતિમાં ન હોય ત્યારે કાયદાની શરણે આવે છે
અમદાવાદ, સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને વગદાર રાજકારણીને એક મહિલા ફેસબુક ફ્રેન્ડ સાથે વિડીયો કોલ કરવો મોંઘો પડ્યો છે. આ રાજકારણીને ઓક્ટોબર ૨૦૨૦માં એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સૂત્રોનું માનીએ તો, યુવતીએ પોતાની ઓળખ દિલ્હી-ગુરગાંવમાં રહેતી અને જાેબ કરતી પ્રોફેશનલ તરીકે આપી હતી. ત્યારબાદ સ્વરુપવાન યુવતી અને પૂર્વ મંત્રી વચ્ચે વાતચીત શરુ થઈ અને બંનેએ એકબીજાના ફોન નંબર પણ એક્સચેન્જ કર્યા હતા.
પૂર્વ મંત્રી અને તેમની યુવા મિત્ર ઉંમરનો બાધ ભૂલીને એકબીજા સાથે ચેટિંગ કરવા લાગ્યાં હતાં. તેવામાં માર્ચ ૨૦૨૧માં તેમની મિત્ર સાથે મંત્રીને ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે તેણે પૂછ્યું હતું કે શું તમે ઘરે એકલા જ છો? મંત્રીએ જવાબ ‘હા’માં આપ્યો તો યુવતીએ મંત્રીને ‘બસ હમણા તમને સરપ્રાઈઝ આપું છું..’ તેમ કહીને ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
ત્યારબાદ થોડીવારમાં જ મંત્રીની ફ્રેન્ડે એક વિડીયો કોલ કર્યો, જેમાં તે કપડાં પહેર્યા વગર દેખાઈ રહી હતી. મંત્રી પણ પોતાની ફ્રેન્ડને ર્નિવસ્ત્ર હાલતમાં જાેઈ મૂડમાં આવી ગયા હતા. જાેકે, તેમનો આ મૂડ લાંબો સમય સારો નહોતો રહી શક્યો. ત્રણ મિનિટનો આ વિડીયો કોલ જેવો પૂરો થયો કે તરત જ નેતાના ફોન પર વિડીયો આવી ગયો હતો.
જે તેમણે પોતાની ફ્રેન્ડ સાથે કરેલા વિડીયો કોલનું રેકોર્ડિંગ હતું. આ વિડીયોમાં પૂર્વ મંત્રીએ ર્નિવસ્ત્ર અવસ્થામાં રહેલી યુવતી સાથે કઈ સ્થિતિમાં વાત કરી તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
આ વિડીયો જાેઈને ફફડી ગયેલા પૂર્વ મંત્રી પાસેથી તેમની ‘ફ્રેન્ડ’એ અઢી લાખ રુપિયાની ડિમાન્ડ પણ કરી હતી, અને ધમકી આપી હતી કે જાે ડિમાન્ડ પૂરી ના થઈ તો આ વિડીયો તેમના તમામ પરિચિતોને મોકલી દેવામાં આવશે. પોતાનો વિડીયો ઉતરી જતાં દોડતા થઈ ગયેલા પૂર્વ મંત્રીએ શરુઆતમાં તો પોતાની ફ્રેન્ડની ડિમાન્ડ પૂરી કરી હતી,
પરંતુ તેનો અંત જ ના આવતા આખરે પોતાની લાગવગ લગાડીને પોલીસને આ અંગે જાણ કરી હતી. તેમના એક ફોન પર સિનિયર પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા, અને જે અકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો તેને ડિએક્ટિવ કરાવી દેવાયા હતા.
સોશિયલ મીડિયા પર દોસ્તીના નામે આ રીતે વિડીયો ઉતારી રુપિયા પડાવનારી ગેંગ કેટલાય લોકોને અત્યારસુધી પોતાના શિકાર બનાવી ચૂકી છે. જાેકે, મોટાભાગના લોકો ઈજ્જતના ધજાગરા થવાના ડરે પોલીસ પાસે જવાનું ટાળતા હોય છે. સૂત્રોનું માનીએ તો, તોડબાજાેની જાળમાં ફસાયેલા પૂર્વ મંત્રીએ પણ અનેકવાર તેમની ડિમાન્ડ પૂરી કર્યા બાદ પોલીસની મદદ લીધી હતી. તેઓ તો વગદાર હતા એટલે સત્તાવાર ફરિયાદ વિના જ તેમને તોડબાજાેથી છૂટકારો મળી ગયો, પરંતુ હનીટ્રેપનો ભોગ બનનારા બધા તેમના જેટલા પહોંચેલા નથી હોતા.
હની ટ્રેપમાં ફસાયેલા રોજના લગભગ આઠ-દસ લોકો શરમજનક સ્થિતિમાં પોલીસની મદદ માગવા માટે પહોંચે છે. સૂત્રોનું માનીએ તો આ ગેંગ ૧૨ વર્ષના બાળકથી માંડીને ૮૦ વર્ષના વૃદ્ધોને પણ પોતાના ટાર્ગેટ બનાવે છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે ઘણા કેસમાં તો ફરિયાદી પાસેથી તોડબાજ ગેંગ કેટલાય રુપિયા પડાવી ચૂકી હોય છે. બ્લેકમેલર્સથી કંટાળેલા લોકો જ્યારે રુપિયા આપી શકે તેમ ના હોય ત્યારે તેઓ પોલીસ પાસે આવે છે. પોલીસની આવા લોકોને સલાહ છે કે શરમમાં રહીને હની ટ્રેપ ગેંગનો ત્રાસ સહન કરવાને બદલે જાે આવું કંઈ થાય તો તરત જ પોલીસની મદદ માગવી જાેઈએ.