રીક્ષામાં ફરતી લુટારૂ ગેંગ હિસક બની
શહેર કોટડામાં ચપ્પુ બતાવી લૂટી લીધા બાદ ચાલુ રીક્ષાએ આધેડને
|
અમદાવાદ : શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાંથી મુસાફરોને બેસાડીને અજાણી જગ્યાએ લઈ જઈ લૂડ લેતી રીક્ષાગેગો વધુ એક કારસ્તાન બહાર આવ્યુ છે નરોડામા રહેતા આધેડને રીક્ષા ચાલક અને તેના સાગરીતોએ રીક્ષામાં બેસાડીયા બાદ ઢોર મારી મારી ચપ્પુ બતાવીને ચાલીસ હજારની લુટ ચલાવતાં સનસનાટી મચી ગઈ છે.
દીનેશભાઈ પટેલ નરોડા જીઆઈડીસી નજીક રહે છે અને મોરબી ખાતે નોકરી કરે છે બે દિવસ અગાઉ તે મોરબીથી અમદાવાદ ખાતે આવતા નીકળ્યા હતા ટ્રેનમાં મારફતે રાત્રે બાર વાગ્યાની આસપાસ કાલુપુર રેલ્વે સ્ટેશને ઉતર્યા હતા
જ્યાથી બહાર આતા અકે રીક્ષાચાલક નરોડાની બુમો પાડતા ૫૩ વર્ષીય દિનેશભાઈ તેની રીક્ષામાં બેઠા હતા પહેલેથી જ હાજર અન્ય બે મુસાફરો તેમને વચ્ચે બેસાડ્યા બાદ ચાલકે રીક્ષા ચાલકે નરોડા તરફ ભગાવી હતી જા કે થોડે દુર જતા જ આગળ પોલીસવાળા મેમો આપે છે જેથી બાપુનગર થઈ નરોડા લઈ જવાનું જાવી રીક્ષા વિજય મિલના નેળીયા તરફ વાળી દીધી હતી.
આશરે સાડા બાર વાગ્યાના સુમારે અંધારાનો લાભ લઈ રીક્ષા અવાવરુ જગ્યા ઉભી રાખઈનેબંને મુસાફરોએ તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઢોર માર માર્યા બાદ અવાજ નહી કરવા તથા જે પણ વસ્તુ હોય એ આપી દેવાનું જણાવ્યુ હતુ ઉપરાંત લાફા મારી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજા લુંટી લીધા હતા
બાદમા ચાલુ રીક્ષાએ દિનેશભાઈ ધક્કો મારી દેતા તે નીચે પડકાતા ઈજાગ્રસ્ત બન્યા હતા જ્યારે રીક્ષાગેગં બાપુનગર તરફ ભગી છૂટ્યા હતા આ ટોળકીના કારસ્તાન બાદ દિનેશભાઈ ચાલતા ચાલતા નરોડા રોડ તરફ જઈ અન્ય રીક્ષા દ્વારા ઘરે પહોચીને પરીવારજનોને સમગ્ર ઘટના સંભળાવી હતી
જેથી પરીવારના સભ્યો પણ ચોરી ઉઠીયા હતા જ્યારે બાદમા સારવાર કરાવ્યા બાદ શહેરમાં પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક અને તેનાં સાગરીતો વિરુદ્ધ લુંટની ફરીયાદ નોધાવી હતી આ લૂટની ઘટનામાં દિનેશભાઈ પોતાની ચાલીસ હજાર રૂપિયાની મતા ખોઈ હતી.