ઈન્ડોનેશિયા કોરોનાનાં મામલે હવે બ્રાઝિલને પાછળ છોડી રહ્યુ છે

નવીદિલ્હી, સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારીએ ઈન્ડોનેશિયામાં તાંડવ શરૂ કર્યુ છે. આ દેશે કોરોના વાયરસનાં મામલામાં બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. તાજેતરમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાનાં કેસ ઈન્ડોનેશિયામાંથી સામે આવી રહ્યી છે, જ્યારે ભારત યુકેથી આગળ નીકળીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. ઈન્ડોનેશિયાએ શુક્રવારે પૂરા થયેલા સાત દિવસોમાં ૩.૨૪ લાખ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયાની તુલનામાં ૪૩ ટકાનો વધારો છે.
સમગ્ર વિશ્વમાં આજે કોરોના હાહાકાર મચાવ્યો છે. આજે પણ અમેરિકા કોરોનાનાં મામલે વિશ્વમાં નંબર વન છે. વળી જાે યુકેની વાત કરીએ તો અહી કોરોનાનાં કેસ સતત વધતા જઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અહી ૫૪,૬૭૪ કેસ નોંધાયા છે. આ કેસ ૬ મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે.
વળી ઈન્ડોનેશિયાની વાત કરીએ તો અહી છેલ્લા ૨૪ કલાકમાં ૫૧,૯૫૨ નવા કેસ નોંધાયા છે. વળી અહી આ દરમ્યાન ૧,૦૯૨ મોત નોંધાયા છે. વળી રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫,૧૧૬ નવા કેસ નોંધાયા છે.
ગ્લોબલ કોવિડ નંબરોને ટ્રેક કરતી વેબસાઇટ અનુસાર, બ્રાઝિલની ગણતરી ૨.૮૭ લાખ રહી હતી, જ્યારે યુકેની સંખ્યા ૨.૭૫ લાખથી પાછળ છે. ગયા અઠવાડિયાની તુલનામાં આ અઠવાડિયે ભારતમાં કોરોનાનો આંક થોડો ઝડપથી નીચે આવી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં તેમાં ૨.૬૯ લાખ નવા કેસ નોંધાયા છે,
જે છેલ્લા સાત દિવસમાં ૮ ટકાનો ઘટાડો છે. વૈશ્વિક સ્તરે, છેલ્લા અઠવાડિયામાં કેસોમાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે, જેનાથી વિશ્વમાં રોગચાળાની ત્રીજી લહેરમાં પહેલેથી ડરની આશંકા ઉભી થઈ છે. યુરોપનાં ઘણા દેશો ઉપરાંત, દક્ષિણપૂર્વ એશિયામાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈન્ડોનેશિયામાં ૪૩ ટકા ઉપરાંત, મલેશિયામાં છેલ્લા સાત દિવસમાં ૪૫ ટકા, થાઇલેન્ડમાં ૩૮ ટકા, મ્યાનમારમાં ૪૮ ટકા અને વિયેટનામમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાયો છે.
ખાસ કરીને કેરળ અને મણિપુરમાં સંક્રમણ વધતાં શનિવારે ભારતમાં તાજા કેસો આ અઠવાડિયામાં બીજી વાર ૪૦,૦૦૦ ને વટાવી ગયા હતા. શુક્રવારે ભારતમાં ૩૮,૦૧૯ નવા કેસ નોંધાયા, જે વધીને ૪૧,૨૪૬ થયા. કેરળમાં ૧૬,૧૪૮ નવા કેસ નોંધાયા છે, જે ૩૮ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં વાયરસથી મૃત્યુઆંક ધીરે ધીરે ઘટતો જાય છે.