PM કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ ૫૦ ટકાની સબસિડી
નવી દિલ્લી: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ સબસિડી આપે છે. જેના પગલે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખેડૂતો અડધી કિંમતે ખરીદી શકે છે. મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક યોજના શરૂ કરી છે. ખેડૂતોને ખેતી કરવા માટે કેટલાક પ્રકારના મશીનોની જરૂર પણ પડતી હોય છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પણ સબસિડીની શરૂઆત કરી છે.
આ યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના છે. ખેતી કરવા માટે ટ્રેક્ટર ખૂહ જ મહત્વનું છે. પરંતું, ભારતમાં કેટલાક ખેડૂતો એવા છે. જે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી ખરીદી શકતા. એવી પરિસ્થિતીમાં ખેડૂતો ટ્રેક્ટર ભાડે લે છે. અથવા તો પછી બળદથી ખેતી કરે છે. તેવામાં સરકાર આવા ખેડૂતો માટે યોજના લઈને આવી છે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ ખેડૂતો અડધી કિંમતે ટ્રેક્ટર મેળવી શકે છે. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર યોજનાથી સબસિડી આપે છે.
જેમાં, ખેડૂતો કોઈપણ ટ્રેક્ટર અડધી કિંમતમાં તેની ખરીદી કરી શકે છે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડી તરીકે આપે છે. આની સાથે કેટલીક રાજ્ય સરકાર પણ ૨૦થી ૫૦ ટકાની સબસિડી ટ્રેક્ટરની ખરીદી પર આપે છે. સરકાર ૧ ટ્રેક્ટરની ખરીદી પર જ સબસિડી આપશે. જેના માટે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના કાગળ, બેન્કની ડિટેલ, પાસપોર્ટ સાઈઝ ફોટો, જેવા મહત્વના દસ્તાવેજાે આપવા પડશે. આ યોજના અંતર્ગત ખેડૂતો કોઈપણ નજીકના સીએસસી સેન્ટર પર જઈને ઑનલાઈન અપલાઈ કરી શકે છે.