કપિલ શર્મા શો ટૂંક સમયમાં નવા અવાતરમાં ફરી શરૂ થશે
મુંબઈ: જે ફેન્સ ‘ધ કપિલ શર્મા શો’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે, તેના માટે મોટી ખુશખબર છે. કપિલ શર્મા ટૂંક સમયમાં જ પોતાની આ કોમેડી સીઝનને નવા અવતારમાં લઈને પાછો આવી રહ્યો છે. કપિલ શર્માએ શોની આખી ટીમની સાથે નવા એપિસોડ્સનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. કપિલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શોના શૂટિંગ લોકેશન પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેના ઉપરાંત કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, ચંદન પ્રભાકર, ભારતી સિંહ અને કીકૂ શારદા જાેવા મળી રહ્યા છે.
તસવીર શેર કરી કપિલ શર્માએ લખ્યું છે કે, ‘જૂના ચહેરાઓ સાથે એક નવી શરૂઆત. જલદી આવી રહ્યા છીએ.’ જાેકે, એવું લાગી રહ્યું છે કે, ‘ધ કપિલ શર્મા શો’ની ટીમમાં સુદેશ લહેરી જાેડાયો છે. સુદેશે આ પહેલા કપિલ સાથે ‘કોમેડી સર્કસ’માં કામ કર્યું હતું, પરંતુ એવું પહેલી વખત બનશે કે જ્યારે સુદેશ લહેરી, કપિલની સાથે તેના શોમાં કામ કરશે. એવા અહેવાલ છે કે, ‘કપિલ શર્મા શો’ ૨૧ ઓગસ્ટથી ટેલિકાસ્ટ કરાશે. પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે, કપિલ શર્માનો આ કોમેડી શો ૨૧ જુલાઈએ શરૂ થશે.
તેને લઈને કેટલાક સપ્તાહ પહેલા કપિલ શર્મા, કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની ક્રિએટિવ મીટિંગ થઈ હતી. પરંતુ, શો શરૂ થવામાં મોડું કેમ થયું તે અંગે હજુ કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. જાેકે, કહેવાઈ રહ્યું છે કે, શોના કાસ્ટ ફી વધારવાની માગ કરી રહ્યા હતા, એટલે મોટું શો ઓન-એર થવામાં મોડું થયું.
રિપોર્ટસ મુજબ, કપિલ શર્માએ શો માટે પ્રતિ એપિસોડ ૫૦ લાખ રૂપિયા માગ્યા હતા. તેની આ માગ સ્વીકારી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧એ એક પુત્રનો પિતા બન્યો હતો અને પરિવાર સાથે સમય વિતાવવા માટે તેણે પોતાના કોમેડી શોમાંથી બ્રેક લઈ લીધો હતો. એ દરમિયાન ‘ધ કપિલ શર્મા શો’ને થોડા મહિના માટે બંધ કરી દેવાયો હતો. હવે તે નવા અવતાર અને નવા ફ્લેવરમાં પાછો આવશે.