અનુપમાએ બા સાથે મળીને હવે કાવ્યાને ટક્કર આપી
મુંબઈ: સીરિયલ ‘અનુપમા’ના લીધે એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની પ્રસિદ્ધિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અનુપમાનો રોલ કરીને રૂપાલીએ દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. રૂપાલી ગાંગુલી અવારનવાર ‘બિહાઈન્ડ ધી સીન’ વિડીયો શેર કરતી રહે છે. પછીમાં તેમાં શૂટિંગ વચ્ચે કૂતરાં રમાડતો વિડીયો હોય કે કો-એક્ટર્સ સાથે મસ્તી કરતો, રૂપાલી પોતાના ફેન્સને કેમેરા પાછળની જિંદગીની ઝલક બતાવતી રહે છે. હાલમાં જ રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઓન-સ્ક્રીન સાસુ લીલા ઉર્ફે બા સાથે ડાન્સ કરતો વિડીયો શેર કરે છે.
રૂપાલી ગાંગુલી અને બાનો રોલ કરતાં એક્ટ્રેસ અલ્પના બુચ વિડીયોમાં ‘એક બાર ચહેરા હટા દે શરાબી’ ગીત પર થીરકતા જાેવા મળે છે. થોડા જ કલાકો પહેલા શેર કરાયેલા આ વિડીયોને સમાચાર લખાયા ત્યાં સુધીમાં ૯ લાખથી વધુ વ્યૂઝ અને ૧ લાખથી વધુ લાઈક્સ મળી છે. વિડીયોમાં બા અને અનુપમાની એનર્જી જાેવા જેવી છે. વિડીયો શેર કરતાં રૂપાલીએ લખ્યું,
“જ્યારે જૂના ગીતો વાગે છે ત્યારે હું મારી ફેવરિટ કો-એક્ટર સાથે ડાન્સ કરવા લાગુ છું. તેઓ દિવસેને દિવસે આકર્ષક બની રહ્યા છે, નથી લાગતું? પ્રસ્તુત છે બા અને અનુપમા સ્ટાઈલ. ફેન્સને અનુપમા અને બાનો આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ઓન-સ્ક્રીન સાસુ-વહુનો રોલ કરતાં અલ્પના અને રૂપાલી રિયલ લાઈફમાં ખૂબ સારા મિત્રો છે. રૂપાલી અવારનવાર કહી ચૂકી છે કે, અલ્પના બુચ તેના ‘સોલ સિસ્ટર’ જેવા છે.
રૂપાલીને સેટ પર અલ્પના બુચ સાથે જ વધુ સમય વિતાવો ગમે છે. થોડા દિવસ પહેલા જ સીરિયલમાં કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસાએ પણ પોતાની ગેંગ સાથે આ જ ગીત પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવ્યું હતું. મદાલસાએ વનરાજ (એક્ટર સુધાંશુ પાંડે), કિંજલ (એક્ટ્રેસ નિધિ શાહ), નંદિની (એક્ટ્રેસ અનઘા ભોંસલે) અને સમર (પારસ કલનાવત) સાથે ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો શેર કરતાં તેણે લખ્યું હતું, “આપણી ચારેબાજુ પ્રેમ છે, માત્ર તેને શોધવાની જરૂર છે.” જણાવી દઈએ કે, મદાલસાને સુધાંશુ, નિધિ, અનઘા અને પારસ સાથે ખૂબ સારું બને છે. તેઓ અવારનવાર આ પ્રકારના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રહે છે.