પ્રાંતિજના પોગલુ ખાતે સગર્ભા મહિલાઓની તપાસ તથા સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) પ્રાંતિજ 10062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ખાતે સુખડી વિતરણ કાર્યક્રમ અને સગર્ભા મહિલાઓની તપાસ સહિત નો કાર્યક્રમ યોજાયો.
પોગલુ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાયન્ટસ ગૃપ ઓફ પોગલુ તથા પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોગલુ તથા આજુબાજુમાં આવેલ ગામોની સગર્ભા મહિલાઓને સુખડી નું વિતરણ કરવામાં આવ્યું હતું તો પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓને ફ્રી ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો
જેમાં તાલુકા હેલ્થ કચેરી ના ર્ડાકટર અમૃતભાઈ સોલંકી, ર્ડાકટર એન.કે.ડેરિયા , ર્ડાકટર ચંદ્રિકા બેન જાદવ દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ બાદ સમજણ આપવામા આવી હતી તો આ પ્રસંગે પોગલુ મહંત સુનીલદાસજી મહારાજ, જાયન્ટસ પોગલુ પ્રમુખ મનુભાઇ રામચંદાણી, પોગલુ મહિલા સરપંચ રમીલાબેન પટેલ, નરેન્દ્રભાઇ પટેલ, જાયન્ટસ મંત્રી અનુજ ભાઇ પટેલ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી સહિત પોગલુ જાયન્ટસ ગૃપ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.*