અમદાવાદમાં બેક્ટેરિયાને કારણે થતા રોગોમાં ઘટાડો થયો

Files Photo
અમદાવાદ: હોસ્પિટલોમાં ઈન્ફેક્શન થવાની સમસ્યા ઘણી સામાન્ય હતી, ઘણાં દર્દીઓ સુક્ષ્મજીવોને કારણે બીમાર પડતા હતા. પરંતુ અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના મહામારીને કારણે હોસ્પિટલોમાં થતી સફાઈને કારણે આ પ્રકારની બીમારીઓમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. તાજેતરમાં જીપીએએમમાં એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ હતું, જેનું શીર્ષક હતું
મોલીક્યુલર કેરેક્ટરાઈઝેશન ઓફ આઈસોલેટેડ મલ્ટીડ્રગ રઝિસ્ટન્સ બેક્ટેરિયા ફ્રોમ ટર્ટીઆરી કેર હોસ્પિટલ્સ ઓફ અહમદાબાદ. આ રિસર્ચ પેપરના લેખક અનુરાગ ઝવેરી, દિલીપ ઝવેરી અને લક્ષ્મી ભાસ્કરન છે. રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૭ અને ૨૦૨૦ દરમિયાન હોસ્પિટલની સપાટી પરથી કુલ ૪૪૦૦ નમૂના લેવામાં આવ્યા હતા, જેથી પેથોજન્સની હાજરીનું મૂલ્યાંકન કરી શકાય. અભ્યાસ અનુસાર દ્ભઙ્મીહ્વજૈીઙ્મઙ્મટ્ઠ બેક્ટેરિયાની હાજરીમાં ૮૦થી ૨૦ ટકા, ઈ.કોલી બેક્ટેરિયામાં ૯૦ ટકા થી ૧૦ ટકા અને સ્યુડોમોનસમાં ૮૦ ટકાથી ૨૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યું છે
સ્વાસ્થ્ય કર્મચારીઓમાં જાગૃતિને કારણે આ ઘટાડો શક્ય બન્યો છે. જાે આ પ્રકારની સ્વચ્છતા જાળવી રાખવામાં આવે તો આગામી પેઢી માટે ફાયદાકારક સાબિત થશે. અમદાવાદ શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ઘટાડા માટે ઘણાં પરિબળો જવાબદાર છે. શરુઆતમાં એવી સમજ હતી કે કોરોના વાયરસ સપાટી પરથી પણ ફેલાઈ શકે છે.
આ કારણે હોસ્પિટલોમાં કોવિડ અને નોન-કોવિડ વિભાગોમાં અત્યંત ગંભીરતાથી સફાઈ કરવાની શરુઆત કરવામાં આવી. સ્વચ્છતા બાબતે કડક નિયમોનું પાલન થવા લાગ્યુ. આ સિવાય હોસ્પિટલોમાં લોકોના પ્રવેશને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો. મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓના સગાને પ્રવેશ આપવામાં નથી આવતો. મેડિકલ સ્ટાફ હાથનાં મોજા, ફેસ શીલ્ડ, પીપીઈ કિટનો ઉપયોગ કરતા થયા. આના કારણે વાતાવરણમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઓછુ થયું.