Western Times News

Gujarati News

મેઘરજના સીસોદરા(મે) અને બાંઠીવાડા પંથકમાં વીજલાઇન મેન્ટેનસના અભાવે અંધારપટ:આખી રાત વીજળી ડુલ

(વિજતંત્ર ધ્વારા તાકીદે લાઈન મેન્ટેનસ કરવા માંગ.) (ગ્રામજનોએ આખી રાત અંધારામાં વિતાવતા હાલત કફોડી)
(વીજતંત્ર ધ્વારા લાઇનનુ યોગ્ય ટ્રીકટીંગ ન કરાતા વારંવાર વીજસમસ્યા સર્જાય છે:ગ્રામજનો)
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સીસોદરા-મેઘાઈ અને બાંઠીવાડા પંથકમાં વીજ લાઈન મેન્ટેનન્સ અને ટ્રી કટીંગના અભાવે ગ્રામજનોને રવિવારના રોજ પવન કે વરસાદ ન હોવા છતા આખી રાત અંધારામાં રહેવાનો વારો આવતા ગ્રામજનોની હાલત કફોડી બની છે ત્યારે આ પંથકમાં દિવસ અને રાત્રીના સમયે વારંવાર વીજળી ડુલ થઈ જતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે આ પંથકની વીજ લાઈનના તાર વૃક્ષોમાં વીંટળાયેલા હોવા છતા તંત્ર ધ્વારા યોગ્ય મરામત અને ટ્રી કટીંગની કામગીરી ન કરતા વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

મેઘરજ તાલુકાના રામગઢી-૬૬ કેવી સબ સ્ટેશનમાંથી મેઘરજ તાલુકાના બાંઠીવાડા, જેમાના,બાંમણી,લાલાકુપા,સીસોદરા-મે  સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતીગામ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે પરંતુ વિજલાઈન મેન્ટેનસના અભાવે નિયમિત વીજ પુરવઠો મળતો નથી તેમજ વીજતંત્ર દ્વારા આ વીજ લાઈન ની યોગ્ય મરામત અને ટ્રી કટીંગ ની કામગીરી ન કરાતા મોટાભાગની વીજલાઈનના તાર વૃક્ષોમાં ઢંકાયેલા છે જેના કારણે સામાન્ય પવનમાં તાર ભેગા થવાથી વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે અને આ પંથકની પ્રજાને નિયમીત પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાની વીજસમસ્યાને લઈને તમામ ગામોની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે

ત્યારે સીસોદરા(મેઘાઈ)ગામે વીજડીપીથી આશ્રમ તરફ જતા અડધો કીલોમીટર જેટલી અને બાંમણીફળી ભાથીજી મંદિર પાસે તેમજ હીરાટીંબા પંથકમાં મોટા ભાગના વીજલાઈનના તાર વૃક્ષોના ડાળીઓમાં ઢંકાયેલા છે તેમ છતા વીજતંત્ર ધ્વારા વીજલાઇન મેન્ટેનસ અને પ્રીમોન્સુનની કામગીરી માત્ર કાગળ ઉપર બતાવી તંત્ર સબ સલામતીના પોકળ દાવા કરી રહ્યુ છે ત્યારે વીજતંત્ર ધ્વારા આળસ ખંખેરી વીજતારમાં વિંટળાયેલી ડાળીઓ દુર કરી મોટી હોનારત સર્જાય તેપહેલા બાંઠીવાડા ફિડરની અને સીસોદરા-મે પંથકની તમામ વીજલાઈનની ચોમાસા પુર્વે યોગ્ય મરામત અને ટ્રી કટિંગ કરવામાં આવે તેવી પ્રજામાં માંગ પ્રબળ બની છે.
આશિષ વાળંદ,મેઘરજ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.