Western Times News

Gujarati News

ભાજપ અને એનસીપી નદીના બે છેડા,જે કયારેય મળી શકે નહીં :નવાબ મલિક

મુંબઇ: દિલ્હીમાં એનસીપી પાર્ટી પ્રમુખ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક બાદ એનસીપી અને ભાજપની એક સાથે આવવાની અટકળોને ફગાવતા મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે બંન્ને પાર્ટીઓ નદીના બે છેડાની જેમ છે જે કયારેય એક થઇ શકે નહીં વડાપ્રધાનની સાથે એક કલાકની મુલાકાત દરમિયાન પવાર અને મોદીએ બેિંકગ સંશોધન અધિનિયમ અને સહકારિતા ક્ષેત્ર સહિત વિવિધ મુદ્દા પર વાકચીત કરી હતી.

એનસીપીના પ્રવકતાએ જણાવ્યું હતું કે એનસીપી કયારેય ભાજપની સાથે હાથ મિલાવી શકે નહીં કારણ કે બંન્ને પાર્ટીઓની વિચારધારા અલગ અલગ છે ભાજપ અને એનસીપી એક સાથે આવે તેવી અટકળો માત્ર અફવા છે તેમાં કોઇ સચ્ચાઇ નથી એ યાદ રહે કે શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી પ્રદેશની શિવસેનાના નેતૃત્વવાળા મહા વિકાસ અધાડી સરકારનો એક મુખ્ય સાથી છે જેમાં કોંગ્રેસ પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં ૨૦૧૪માં થયેલ વિધાનસભા ચુંટણી બાદ પ્રદેશના હિતમાં ઔરા વિકાસ માટે એનસીપીએ ભાજપને સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપવાની પેશકશ કરી હતી.

જાે કે બાદમાં ભાજપમાં શિવસેનાની મદદથી સરકારની રચના કરી હતી. ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ૨૦૧૯માં તે સમયે તુટી ગયું હતું જયારે વિધાનસભા ચુંટણી બાદ ઉદ્વવ ઠાકરેની પાર્ટીએ મુખ્યમંત્રીના પદ પર દાવો કર્યો હતો ત્યારબાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની સાથે સરકારની રચના કરી હતી અને ઠાકરે મુખ્યમં૬ી બન્યા હતાં.

મલિકે કહ્યું કે ભાજપ અને એનસીપી માટે રાષ્ટ્રવાદની પરિભાષા અલગ અલગ છે તેમણે કહ્યું કે એમવીએ સરકાર સારી રીતે કામ કરી રહી છે. તેમણે કોઇનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો એમવીએ સરકારને તાડવાની તારીખ બતાવી રહ્યાં છે પરંતુ તેમનું અનુમાન કયારેય સાચુ પડશે નહીં ભાજપ પર પ્રહારો કરતા મલિકે ભગવા પાર્ટીની સરખામણી વોશિંગ મશીનથી કરી હતી.જયાં એક ડાકુ પણ સંત બની જાય છે.

ભાજપની ટીકા કરતાં તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ બીજા પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં મિલાવવા માટે કરી રહી છે. એનસીપીના નેતાઓને પ્રવર્તન નિદેશાલયની નોટીસોથી ડર નથી કારણ કે તેમને એ વાતની જાણકારી છે કે તેમણે કાંઇ ખોટું કર્યું નથી અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તપાસ બંધ કરાવવા માટે મળ્યા નથી એ યાદ રહે કે એનસીપીના વરિષ્ઠ નેતા અને પ્રદેશના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની વિરૂધ્ધ ઇડી તપાસ કરી રહી છે અને તેમની સંપત્તિ પણ જપ્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.