Western Times News

Gujarati News

છત્તીસગઢના લેમરૂ પ્રોજેકટને લઇ રાજય સરકાર રાહુલની જ વાત સાંભળતી નથી : ભાજપ

રાયપુર: છત્તીસગઢના લેમરૂ પ્રોજેકટનો વિસ્તાર ઘટાડવાના વિવાદમાં હવે ભાજપ પણ ઉતરી આવી છે. વિરોધ પક્ષના નેતા ધરમલાલ કૌશિકે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયગઢમાં કહ્યું હતું કે અમારી સરકાર બનવા પર ખનન ક્ષેત્રમાં પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવશે નહીં લેમરૂ પ્રોજેકટના રિઝર્વ ક્ષેત્રમાં વિસ્થાપિતોને વસાવવાનો પુરો વિશ્વાસ આપવામાં આવ્યો હતો પરંતુ સત્તામાં આવતા જ કોંગ્રેસ સરકાર પોતાના જ વરિષ્ઠ નેતાના વચનો બાબતે ખરી ઉતરી રહી નથી

તેમણે કહ્યું કે ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી ભુપેશ બધેલે લેમરૂ પ્રોજેકટને શરૂ કરવાની જાહેરાત કરી હતી જયારે ૨૭ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ કેબિનેટની બેઠકમાં ૧૯૯૫ વર્ગ કિમીના લેમરૂ પ્રોજેકટના પ્રસ્તાવ પર મંજુરી આપવામાં આવી હતી આ નિર્ણયના બે વર્ષ બાદ પણ જાહેરનામુ જારી કરવામાં આવ્યું નથી એટલું જ નહીં પ્રસ્તાવિત ૧૯૯૫ વર્ગ કિમીના કેમરૂ પ્રોજેકટને હવે સરકારે ૪૫૦ વર્ગ કિમી કરવાનો નિર્ણય કર્યો છે જેને લઇ એક મંત્રી અને સરકારની વચ્ચે પત્ર લેખનની સ્પર્ધા ચાલી રહી છે.

કૌશિકે કહ્યું કે લેમરૂ એલીફેંટ પ્રોજેકટ માટે અશાસકીય સંકલ્પ ૨૦૦૫માં પસાર કરવામાં આવ્યો હતો તેમાં પ્રસ્તાવિત ક્ષેત્રમાં રાયગઢ,જશપુર અને કોરબા જીલ્લાના ગામ સામેલ હતાં લેમરૂ પ્રોજેકટને ત્રણ હજાર ૮૨૭ વર્ગ કિમી કરવાની યોજના પર પણ ચર્ચા ચાલી રહી હતી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ પત્ર લખી તેના સ્વરૂપને નાનું કરવાની વાત કહી હતી
.
આખરે સવાલ ઉઠા છે કે શું રાહુલ ગાંધીએ જે વચન આપ્યું હતું તેને પુરૂ કરવામાં સરકારની કેમ રસ દાખવી રહી નથી તેની પાછળનું કારણ શુ  છે. પ્રદેશના વન મંત્રી મોહમ્મદ અકબરે જુલાઇ ૨૦૨૦ના પત્રમાં લખી મોરંગા સાઉથ સ્યાંગ મદનપુર નોર્થ ફતેહપુર ઇસ્ટ કોયલા ક્ષેત્રને હરાજીમાં સામેલ ન કરવાની ઇચ્છા કેન્દ્ર સરકારથી કરી હતી અચાનક હવે એવું શું થઇ ગયું કે ગજરાજાેના સંરક્ષણ માટે લેમરૂ પ્રોજેકટમાં કેટલી ગજ જમીન મળશે તેને લઇ સંશયની સ્થિતિ બનેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.