કેરળે બકરી-ઈદમાં છૂટ આપતા સુપ્રીમ કોટે જવાબ માંગ્યો
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની પાસે બકરીઈદ તહેવારને ધ્યાનમાં રાખી કોરોનાના કારણે લાગુ પાડેલ પ્રતિબંધો ત્રણ દિવસ માટે હટાવી લેવાની અરજી માટે જવાબ માંગ્યો છે. બકરી ઈદ પર કેરળમાં પ્રતિબંધમાં છૂટછાટ આપવાના સરકારના નિયમ વિરુદ્ધ એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ છૂટછાટ ત્યારે આપવામાં આવી જ્યારે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ રાજ્યમાં પોઝિટીવીટી રેટ પણ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે એટલે કે મંગળવારે આ વિશે સુનાવણી થવાની છે.
૨૧ જુલાઇના રોજ બકરી ઈદનો તહેવાર છે. સાથે જ સરકાર દ્વારા છૂટછાટ આપવાના આ ર્નિણયને વિપક્ષ અને ઇંડિયન મેડિકલ એસોસિએશનએ પણ વિરોધ કર્યો હતો.આઇએમએએ સરકારના આ ર્નિણય વિરુદ્ધ કાયદાકીય આહવાન કરવાની ચેતવણી આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક સિંઘવીએ ટિ્વટ કર્યું અને લખ્યું કે જાે કાંવડ યાત્રા ના થઈ શકે તો પછી બકરીઈદની ઉજવણી કરવી એ પણ ખોટું છે.
એ પણ એવા રાજ્યમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોય. દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ભલે નબળી પડતી દેખાઈ રહી હોય પરંતુ દક્ષિણ ભારતમાં કોરોનાની સાથે જીકા વાયરસનું સંકટ વધી રહ્યુ છે. કેરળમાં કોરોના અને જીકા વાયરસના વધતા ખતરાને જાેતા ૧૭થી ૧૮ જુલાઈએ સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે. રાજ્યમાં જે રીતે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને જાેતા રાજ્ય સરકાર બહું જલ્દી નવી ગાઈડલાઈન જારી કરી શકે છે.