Western Times News

Gujarati News

હવે ફાસ્ટેગથી કાર નંબર પ્લેટને સ્કેન કરી પેટ્રોલ-ડીઝલ ભરાવી શકાશે

ઈન્ડિયન ઓઈલ ફ્યુઅલ સ્ટેશન્સમાં હવે ICICI બેન્ક ફાસ્ટેગથી ફ્યુઅલનાં નાણાં ચૂકવી શકાશે- Now pay for fuel through ICICI Bank FASTag at IndianOil fuel stations

અમદાવાદ, ઈન્ડિયન ઓઈલ અને આઈસીઆઈસીઆઈ બેન્કે કોન્ટેકલેસ અને કેશલેસ ફ્યુઅલીંગ અનુભવ માટે જોડાણ કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેન્ક ICICI Bank ફાસ્ટેગ Fastag વપરાશકારો હવે ઈન્ડિયન ઓઈલમાં Indian Oil ફ્યુઅલ સ્ટેશન્સમાં સંપૂર્ણ ડિજીટાઈઝડ અનુભવ કરી શકશે અને ગ્રાહકોને પ્રતિક્ષા સમય પણ ઘટશે.

આ સિસ્ટમને ઈન્ડિયન ઓઇલની ઓટોમેશન સિસ્ટમ સાથે સુસંકલિત કરવામાં આવી છે, જેનાથી ફ્યુઅલીંગ પ્રોસેસ દરમિયાન મેન્યુઅલ રૂકાવટને દૂર કરી શકાય છે. આ સંકલનથી પેટ્રોલ, ડિઝલ અને સર્વો લુબ્રિકન્ટસનું આઈસીઆઈસીઆઈ બેન્ક ફાસ્ટેગ દ્વારા પેમેન્ટ થઈ શકે છે. આ પગલાંનાં પ્રથમ ચરણમાં ઈન્ડિયન ઓઈલનાં ૩૦૦૦ રિટેલ આઉટલેટ્સને આવરી લેવામાં આવ્યા છે.

આ ઓફરને રજૂ કરતાં ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે, “ઈન્ડિયન ઓઈલ આઈસીઆઈસીઆઈ બેન્ક ફાસ્ટેગ પેમેન્ટસથી ડિજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન દૃઢ બનશે. આ પગલાંથી આઈસીઆઈસીઆઈ બેન્ક ફાસ્ટેગ ધારકો ઈન્ડિયન ઓઈલનાં ફ્યુઅલ સ્ટેશન્સમાં સમગ્ર ડિજીટાઈઝડ અનુભવ કરી શકશે.

આ સિસ્ટમને ઈન્ડિયન ઓઈલ ઓટોમેશન સિસ્ટમ સાથે સુસંકલિત કરવામાં આવી છે, જેનાથી પેટ્રોલ ડિઝલ મેન્યુઅલ રૂકાવટ દૂર થશે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં અમારું આ પગલું ગૌરવની બાબત છે. આ ફાસ્ટેગ ટેક્નોલોજી સ્વદેશી ઢબે વિકસાવવામાં આવી છે.”

આ સુવિધા માટે ગ્રાહકે ફ્યુઅલીંગ વખતે એટેન્ડન્ટને જાણ કરવાની રહેશે. એટેન્ડન્ટ વાહનોની ફાસ્ટેગ/કાર નંબર પ્લેટને સ્કેન કરશે અને ગ્રાહક પાસે ઓટીપી આવશે. આ ઓટીપી પીઓએસ મશીનમાં નાંખતા ટ્રાન્ઝેકશન સંપૂર્ણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.