Western Times News

Gujarati News

૫૦ છાત્રાઓને એકસાથે સારવાર હેઠળ હોસ્પીટલમાં દાખલ કરાયા

ભુજ: ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલ મેડિકલ કૉલેજના છાત્રોની હોસ્ટેલમાં દૂષિત પાણીનું વિતરણ થતાં એમબીબીએસના પચાસ જેટલાં છાત્રો બીમાર પડી ગયા હતા જે બનાવે ભારે ખળભળાટી મચાવી છે. આ વિદ્યાર્થીઓને દુષિત પાણીથી શરદી અને તાવની અસર આવી ગઈ હતી.

હોસ્ટેલમાં લાંબા સમયથી દૂષિત પેયજલ વિતરીત થતું હોવાથી છાત્રો બીમાર પડ્યાં હતા. જેથી છાત્રોના વિરોધ વચ્ચે દૂષિત પાણીનો પુરવઠો બંધ કરી ટેન્કરથી પાણી વિતરણ શરૂ કરાયું છે. સમગ્ર બાબત અંગે હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ડ નરેન્દ્ર હિરાણીએ ખુલાસો કર્યો કે નર્મદા જળ અને બોરવેલના મિક્સ પાણીનો જથ્થો ઓવરહેડ ટેન્ક મારફતે વિતરીત કરાય છે. જાે કે, છેલ્લાં થોડાંક દિવસોથી નર્મદા જળનો પુરવઠો અનિયમિત અને અપૂરતો મળે છે. તેથી બોરના કાંયાવાળા પાણીનો પુરવઠો વધી જતાં આ સમસ્યા સર્જાઈ છે.

છાત્રોની ફરિયાદને અમે ગંભીરતાથી લઈ બોરના પાણીનો પુરવઠો બંધ કરી દઈને બહારથી ટેન્કરો મારફતે શુધ્ધ પેયજલ વિતરણ શરૂ કર્યું છે. કાંયાવાળું પાણી નેટવર્કિંગ સિસ્ટમમાં જતું રહ્યું હોઈ આજે નિષ્ણાતો મારફતે યુવી રેઝથી સમગ્ર નેટવર્કિંગ સિસ્ટમ શુધ્ધ કરવામાં આવશે. ભવિષ્યમાં આવી સમસ્યા ના સર્જાય તે માટે અમે ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવાની કામગીરી હાથ ધરી છે. જે એકાદ માસમાં કાર્યરત થઈ જશે. બીમાર પડેલાં મોટાભાગના છાત્રોને સામાન્ય તાવ અને શરદી જેવા લક્ષણો છે. મોટાભાગના છાત્રોને પ્રાથમિક ઉપચાર બાદ રજા આપી દેવાશે.

આજે આ બનાવને લઈને મદદનીશ કલેક્ટર અતિરાગ ચાપલોત સહિતનાઓ સ્થળ પર પહોંચ્યા હતા ,તમામ વ્યક્તિઓની મુલાકાત લઈને ભવિષ્યમાં આવી કોઈ ક્ષતિ ન થાય તે માટેની તાકીદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.