ગુજરાત યુનિએ પરીક્ષા ફી અને લેટ ફીના નામે ૧૦ કરોડ રૂપિયા ઉઘરાવ્યા !
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, આ પરિસ્થિતિ વચ્ચે લોકો આર્થિક રીતે પણ સંકડામણ ભોગવી રહ્યા છે. ત્યારે એક તરફ કોરોનાકાળમાં લગભગ તમામ વિદ્યાર્થીઓએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી તરફ આ સમયગાળામાં પણ ગુજરાત યુનિવર્સિટીની તિજાેરી છલકાઇ ગઇ છે.
ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા ફી અને લેટ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથે ૧૦ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હતા. ગુજરાત યુનિવર્સિટીએ ૧ એપ્રિલ-૨૦૨૦થી અત્યાર સુધીમાં આ રકમ ઉઘરાવી છે.
મહત્વની વાત એ છે કે કોરાનાકાળમાં ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવે છે છતાં પણ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી અને લેટ ફી ઉઘરાવી છે. ગુજરાત યુનિવર્સિટીએ ૧૭૫ થી ૨૨૫ રૂપિયા સુધીની પરીક્ષા ફી લીધી છે જ્યારે કે લેટ ફી પેટે ૧૦૦ થી ૫ હજાર રૂપિયા લીધા છે. વિદ્યાર્થીઓને લેટ ફી માફી માટે પણ કોઇ વિકલ્પ આપવામાં આવ્યો નહોતોપ અંદાજે ૩.૩૦ લાખ વિદ્યાર્થીઓએ ૬.૫૦ કરોડની ફી ભરી છે.