થરાદમાં ૨૦ BSFના જવાનોને કોરોના પોઝિટિવ
ડીસા: કોરોનાના કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો દેશ દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ હવે તેનો કહેર ફરી જાેવા મળી રહ્યું છે. રાજ્યના બનાસકાંઠા જીલ્લાના થરાદમાં એક સાથે ૨૦ મ્જીહ્લ ના જવાન પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ જવાનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે આ તમામ જવાનોને થરાદની મોર્ડન સ્કૂલમાં જવાનોને આઇસોલેટ કરાયા છે. જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
ઉલ્લેખનીય કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૭૧ દર્દીએ કોરોનાને માત આપી છે.
જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૨ ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૧ દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૨૪ હજાર ૪૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૭૬ થયો છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૩ હજાર ૯૨૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૪૯૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૫ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૪૮૮ દર્દીની હાલત સ્થિર છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ટળી નથી. ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના ૪૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧,૧૫૭ નવા કેસ નોંધાયા હતા અને ૫૧૮ સંક્રમિતોના મોત થયા હતા. આ પહેલા શનિવારે ૩૮,૦૭૯ કેસ અને શુક્રવારે ૩૮,૯૪૯ કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૪૨,૦૦૪ લોકો કોરોનાથી ઠીક થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં ૧૩૬૪નો ઘટાડો થયો છે.