પ્રેમિકાએ શરીર સંબંધની ના કહેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ કુહાડીથી હત્યા કરી નાખી
પાલનપુર: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધો છે. અનૈતિક પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા અને તેના પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે હત્યારા પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાના દિવસે મહિલાનો પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. મહિલાએ ઇન્કાર કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યા કરી નાખી હતી. આ વખતે મહિલાનો પુત્ર આવી જતાં તેની પણ હત્યા કરી નાખી હતી.
થરાદ તાલુકાના મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યા થઇ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી.
જેમાં મેઢાળા ગામે રહેતા ઇસરા પટેલ મજૂરી કામે ગયો હતો, મોડી સાંજે પરત આવતા પોતાના ઘરમાં પત્ની સીતા અને ૧૩ વર્ષીય પુત્ર પરેશની હત્યા કરાયેલી લાશ જાેતાં જ તે હતપ્રભ બની ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે હત્યારાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પરબત પટેલ નામના શખ્સ પર શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. જે બાદમાં પરબતે હત્યા તેણે જ કરી હોવાનું કબૂલ્યું હતું.
પરબત પટેલ છેલ્લા દોઢ વર્ષથી મૃતક સીતાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. હત્યા કરાઈ તે દિવસે તે મૃતક પ્રેમિકાના ઘરે ગયો હતો. પરબતે સીતા પાસે શરીરસુખ તેમજ પૈસાની માગણી કરી હતી. જાેકે, તે સમયે મૃતકે ના પાડતાં આરોપી પરબત ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા મારી પ્રેમિકા સીતાની હત્યા કરી નાખી હતી.આ સમયે સીતાનો પુત્ર શાળાએથી ઘરે આવ્યો હતો. તેણે હત્યા કરતાં જાેઈ જતા નરાધમે સીતાના માસૂમ પુત્રની પણ કુહાડીના ઘા મારી ર્નિમમ હત્યા કરી નાખી હતી. પરબતે ગુનો કબૂલી લીધા બાદ પોલીસે તેની અટકાય કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અનૈતિક પ્રેમ સંબંધનો કેવો કરુણ અંજામ આવતો હોય છે તેની સાક્ષી પૂરતી આ ઘટનાએ ભારે ચર્ચાં જગાવી છે.