“જે વ્યવસાય નાણાં સિવાય કશું નથી કમાતો એ નબળો વ્યવસાય કહેવાય”!!
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભ્રષ્ટાચાર વિરોધી છે ત્યારે વકરેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાવશે કે પછી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આદેશો આપવા પડશે?!
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી રમના, વરિષ્ઠ જસ્ટીસ શ્રી ડી.વાય. ચંદ્રચુડ કહે છે કે કાયદાનો દુરપયોગ” સામે નાગરિકોની રક્ષા એ અદાલતોને અપાયેલી બંધારણીય ફરજ છે!
સીબીઆઇની કસ્ટડીમાંથી ૧૦૩ કિલો સોનુ ગાયબ થયું હતું! ઇડીના અધિકારીઓ, જીએસટીના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સામે લાંચ લેવાના આક્ષેપો વધી રહ્યા છે તેનું શું?!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ કહ્યું છે કે સરકારી કર્મચારીઓના બેફામ ભ્રષ્ટાચાર નો ભોગ સમાજ બન્યો છે ભ્રષ્ટાચાર એ સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે! દરેક નાગરિકને અધિકાર છે કે તે સરકારી કર્મચારી સામે ફરિયાદ કરી શકે પોલીસ તંત્ર સામે વ્યાપક કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠી છે અને ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશન બાકી હશે!
જ્યાં કથિત રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોલીસ વહીવટદાર નહિ હોય? બીજી તરફ ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન વી. રમના અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્ર્ચુડ એ ક્રિમિનલ કાયદાઓના થઈ રહેલા અભૂતપૂર્વ દુરુપયોગ સામે નારાજગી વ્યક્ત કરી છે ન્યાયતંત્રે નાગરિકોની આઝાદીના હનન સામે તેઓ સંરક્ષણ ની પ્રથમ હરોળમાં ઊભા રહેવું જાેઈએ અને ક્રિમિનલ કાયદાનો ઉપયોગ બીજાને ચૂપ કરી દેવા માટે કરી શકાય નહીં!
માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી “ભ્રસ્ટાચાર વિરોધી જેહાદ” નો કાયદો બનાવીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જાેઈએ અને ખોટા કેસ કરનાર પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસૂલવા જાેઈએ નેતાઓની ભ્રસ્ટાચાર નાબૂદી અંગે આવી રાજકીય ઇચ્છાશક્તિ છે?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડે સરસ કહ્યું છે કે “જે વ્યવસાય નાણાં સિવાય કશું નથી કમાતો એ નબળો વ્યવસાય કહેવાય”!! જ્યારે અમેરિકાના રાજનીતિજ્ઞ માર્ટીન લ્યુથર કિંગે કહ્યું છે કે “જે બાબતો આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે એમના વિષે જ્યારે આપણે મૌન બની જઈએ છીએ તે દિવસથી આપણે જિંદગીના અંતનો આરંભ થઇ જાય છે”!!
દેશના રાજકારણમાં વકરેલો કથિત ભ્રષ્ટાચાર! સરકારી તંત્રમાં વકરેલો કથિત ભ્રષ્ટાચાર! કાયદાના શાસનમાં રખેવાળ એવા પોલીસ બેડામાં વપરાયેલો કથિત ભ્રષ્ટાચાર! સામાજિક સંબંધોમાં વકરેલો કથિત ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર અને દુરાચાર સામે દેશના મોટાભાગના લોકોએ સગવડીયું મૌન ધારણ કરી લીધું છે દેશની સરકારો પાસે ફક્ત “સલાહ” આપવાની બચી છે!
ત્યારે દેશની “શાન” ની રખેવાળી કરવાનું કામ ફક્ત ન્યાયતંત્ર પર ર્નિભર થઈ ગયું છે! અને ગંભીરમાં ગંભીર બાબત એ છે કે દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાની જવાબદારી જેમના પર છે એમા ગળાડુબ ભ્રષ્ટાચાર ફેલાયો છે
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું “ખાતો નથી અને ખાવા દઇશ નહીં” ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કહે છે “તમારી બદલી કરવાની માંગ નહીં પણ બદલી અટકાવવાની માંગ સરકાર માં આવે એવા લોકહીતનું કામ કરો” પણ ફક્ત સૂત્રોથી કે સલાહ થી ભ્રષ્ટાચાર નહીં અટકે તો શું કરશો?!
ભારતીય શિક્ષક અને પોલિટિકલ સાયન્સના સ્થાપક વિદ્વાન ચાણક્ય એ સરસ કહ્યું છે કે “દુર્જન ને ગમે તેવું સારું શિક્ષણ આપો તે સાધુ નહીં બની શકે, જે રીતે લીમડાના ઝાડને દૂધથી સીચો તો પણ તે મીઠું નહીં જ બને”!! દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રાજકીય ક્ષેત્રની ધુરા સંભાળી ત્યારે ખૂબ ઉત્સાહી હતા તેઓ કહેતા કે “ખાતો નથી અને ખાવા જઈશ નહીં” પરંતુ ભારતમાં અનેક સાંપ્રદાયિક ધર્મ વચ્ચે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા વિચારશીલ નેતૃત્વ વચ્ચે ભ્રષ્ટાચાર દૂરાચારે માઝા મૂકી છે!
દેશમાં કાયદાના શાસનને રખેવાળ રખેવાળી કરીને ભ્રષ્ટાચાર નાબૂદી નું કામ જે સંસ્થાઓ સરકારના માર્ગદર્શન હેઠળ કરે છે તેવી સી.બી.આઈ અને ઇ.ડી ના કાર્યક્ષેત્રમાં કથિત ભ્રષ્ટાચારની દુર્ગંધ આવે છે! કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાની જેમના માથે ભારે જવાબદારી છે તેમની તપાસમાં પણ નિષ્પક્ષતા ડોકાતી નથી! ભ્રષ્ટાચારમાં આ તપાસ એજન્સીઓ પણ હવે બાકાત નથી એવા આક્ષેપો સાંભળવા મળે છે “વાડ ચીભડા ગળે ત્યારે કોને કહેવું”? એ સ્થિતિ છે.
સીબીઆઈએ દેશની પ્રથમ કક્ષાની તપાસ એજન્સી છે તેમની કસ્ટડીમાંથી ૧૦૩ કિલો સોનું ચેન્નઈના કેસથી ગાયબ થઈ ગયું! અને બીજી ઘટના ના સંદર્ભમાં વિચારીએ તો બેંક લોન માં આ કેસમાં બેંક.ઓફ.બરોડા પાસે ગિરવે મૂકી મિલકત બાબતે સેટલમેન્ટ કરવાના કેસમાં ડ્રાઈવ ઇન રોડ ખાતે આવેલી એન્ફોર્સમેન્ટ ઇડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભુવનેશકુમાર લાંચ કૌભાંડમાં સીબીઆઈ ના હાથે ઝડપાયા છે અને આજે રાજકીય ભ્રષ્ટાચાર એ પણ માઝા મૂકી છે!
કાળું નાણું સ્વિસ બેન્કમાંથી પરત આવવાની વાત તો બાજુ પર રહી કહેવાય છે કે કથિત કાળું નાણું હવાલાથી વિદેશ જાય છે! અને શુદ્ધ બની એ જ નાણું ભારતમાં મૂડીરોકાણ ને બહાને પાછું ફરી રહ્યું છે! ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગંભીરતાથી વિચારવું જાેઈએ કે “ખાતો નથી અને ખાવા દેતો નથી” એ માત્ર સુંદર સુત્ર બનીને રહી ગયું છે ભાગ્યે જ કોઈ વ્યક્તિ ભારતમાં મળી આવે જે એમ કહે કે ભ્રષ્ટાચાર ઘટયો છે?!
બ્રિટિશ વડાપ્રધાન વિસ્ટન ચર્ચિલે કહ્યું છે કે “જે મળે એનાથી આપણે જીવીએ છીએ પણ આપણે જે કંઈ આપીએ છીએ જીવન તેનાથી બને છે”!! ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ વરિષ્ઠ અધિકારી અને મુખ્ય અધિકારીઓને ૨૦૨૨ ની ચૂંટણી પૂર્વે સલાહ આપતા કહ્યું છે કે “ખોટું કરાવનારો સામે સરકારમાં રજૂઆત કરાશે તો સરકાર તેમની પડખે છે બદલીની માંગ નહીં પણ બદલી અટકાવવાની માંગ સરકાર માં આવે તેવા લોકહીતના કામ કરો”!!
જે દર્શાવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન ઇચ્છે છે! પરંતુ તેઓ વિચારે છે કે શું તેઓ રાજકીય ભ્રષ્ટાચાર વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચાર અટકાવી શક્યા છે?! સલાહ સુંદર છે પરંતુ ભ્રષ્ટાચારના વમળ માંથી પ્રજાને બહાર કાઢવા કડક પગલાં સાથે નવા અધિકારીઓની ભરતી કરો સરકારના ભય વગર ભ્રષ્ટાચાર અટકશે નહીં!