ભારતમાં આઈફોન-10નું મોડલ 20,000 રૂ. સુધી સસ્તું મળશેઃ ટીમ કુક
કેલિફોર્નિયાઃ મંગળવારે લોન્ચ થયેલા આઈફોન સિવાય બીજા તમામ આઈફોન મોડલ ભારતમાં થોડા મહિનાઓ દુનિયાના બાકી દેશો કરતા 20 હજાર રૂપિયા સસ્તો મળશે. એપલના સીઈઓ ટીમ કુકના જણાવ્યા પ્રમાણે, કિંમત ઓછી કરવાનો અર્થ તેની ક્વોલિટી સાથે સમજૂતી કરવાનો નથી પણ આઈફોન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે અને આ અનુભવને જાળવી રાખવો જ અમારો મૂળ સિદ્ધાંત છે. આ સંદર્ભે ભાસ્કરે ટીમ કુક સાથે કરેલી ખાસ વાતચીત કરી છે.
શા માટે આઈફોન-11માં ત્રણ કેમેરા છે? ત્રણ કેમેરાની સુવિધા આપી અમે ડીએસએલઆર જેવા કેમેરાની જરૂરને ખતમ કરવા માગીએ છીએ. મહત્વનું છે કે મોટાભાગના યુઝર માત્ર ફોટા પાડવા માટે જ એપલ ફોનનો ઉપયોગ કરે છે.
એવામાં અમે તેમના કેમેરાના અનુભવને વધુ સારો બનાવીશું. શોટ ઓન આઈફોન આ અભિયાનનો જ એક ભાગ છે. નવા ફોનમાં પહેલો વાઈડ કેમેરો, બીજો પોટ્રેટ ટેલીફોનો અને ત્રીજો અલ્ટ્રા વાઈડ એંગલ માટે છે.આ આઈફોન ફોટોગ્રાફી માટે મદદગાર સાબિત થશે.
આઈફોનની કિંમત વધારે હોવાથી ભારતમાં તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે, શું એપલ ભારત માટે સસ્તો આઈફોન બનાવી શકે છે, જો હા તો તેની કિંમત શું હશે? અમે ભારત માટે બે આઈફોન લોન્ચ કરી રહ્યા છીએ. આ માટે દક્ષિણ ભારતમાં આઈફોનની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કંપની ફોક્સકોન પ્લાન્ટમાં આઈફોનની અસેંબલિંગ શરૂ કરી છે.
ભારતમાં બનનારો આઈફોન અન્ય દેશોમાં મળતા આઈફોનની તુલનામાં 20 હજાર રૂપિયા સસ્તો હશે. જો કે, આઈફોન-11 તેનો ભાગ નહીં હોય. ભારતીય ગ્રાહક આઈફોન એક્સ, એક્સએસ અને એક્સએસ મેક્સના વિવિધ સ્ટોરેજ વૈરિએન્ટ ટૂંક સમયમાં જ અન્ય દેશોની તુલનામાં સસ્તા ભાવે ખરીદી શકાશે. અમે અલગ અલગ કંપનીઓ સાથે ટાઈઅપ કરીને પણ કિંમતમાં ઘટાડો કરવાના પ્રયાસમાં લાગી ગયા છીએ. જેથી માસિક ફોન બિલની કિંમત પર આઈફોન એક રીતે ફ્રી મળી શકે, જે ગ્રાહકો માટે એક નવો અનુભવ હશે