સરોગેસી માતા બનવા ૨૦ લાખ રૂપિયામાં તૈયાર થઈ જાય છે મિમિ
મુંબઈ: બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેની આગામી ફિલ્મ મિમી અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ફની ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ક્રિતી સેનનની દરેક અદા પર તેના ફેન્સ ઘણીવાર દિવાના થઈ જાય છે.
પોતાના ફેન્સની સાથે જાેડાયેલા રહેવા માટે ક્રિતી સેનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક ચઢિયાતી બોલ્ડ તસવીરો જાેવા મળશે.
તે હંમેશાં તેની સુંદર તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સના દિલ પર રાજ કરતી રહે છે. ક્રિતીના ઇન્સ્ટાગ્રામ પેજ પર દરરોજ તેની નવી સ્ટાઈલ જાેવા મળે છે. દરમિયાન, ક્રિતી સેનને તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પોતાનો ‘સોમવાર મિમી મૂડ’નો ખુલસો કર્યો છે.
View this post on Instagram
આ તસવીર તેની આગામી ફિલ્મ મિમીના સેટની છે. તસવીરમાં અભિનેત્રી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. ફોટામાં જાેઇ શકાય છે કે ક્રિતી માથા પર પોતાને ગોળી મારવાની એક્ટિંગ કરી રહી છે. તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, સોમવાર મિમી મૂડ.
ઉલ્લેખનીય છે કે, ક્રિતી સેનનની આગામી ફિલ્મ મિમી ૩૦ જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ક્રિતી સેનનની સરોગેસી અને પ્રેગ્નેન્સી પર આધારિત ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ક્રિતી એક મધ્યમ પરિવારની એક છોકરી છે, જેને ખબર પડે છે કે વિદેશી દંપતી તેને સરોગેસી માતા બનવા માટે ૨૦ લાખ રૂપિયા આપી રહ્યું છે. આ પછી મિમી (ક્રિતી સેનન) તરત જ આ કામ માટે તૈયાર થઈ જાય છે. ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.