શ્વેતા તિવારીએ પહેરી સુંદર સાડી કે લોકો જાેતાં રહી ગયા
મુંબઈ: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની ઉંમર ભલે ૪૦ વર્ષ હોય પણ તેની સુંદરતા દિવસેને દિવસે વધી રહી છે. શ્વેતા તિવારીને જાેતાં કોઈ એવું ના કહી શકે કે તેની ૨૦ વર્ષની દીકરી છે. હાલમાં જ શ્વેતા તિવારીએ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના રિસેપ્શનમાં હાજરી આપી હતી.શ્વેતા તિવારીએ લાઈટ કલરની જે સાડી પહેરી હતી તેના પર સુંદર એમ્બ્રોઈડરી પણ કરવામાં આવી હતી. પોતાના લૂકને કમ્પેલટ કરવા માટે શ્વેતા તિવારીએ ખુલ્લા વાળ રાખીને લાઈટ મેકઅપ કર્યો હતો.
શ્વેતા તિવારીએ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નમાં જે સાડી પહેરી હતી તે લાઈટવેઈટ હતી અને તેમાં ચળકાટવાળી ઈફેક્ટ જાેવા મળી રહી હતી. જ્યારે આ સાડીની બોર્ડર પર ક્રિસ્ટલ્સથી બનેલી પાતળી પટ્ટીને જાેડવામાં આવી હતી. જે ખૂબ જ સુંદર લૂક આપી રહી હતી.
ફેશન ડિઝાઈનર પૂજા પેશોરિયાની ઓનલાઈન વેબસાઈટ પર શ્વેતા તિવારીની આ સાડીની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ જણાવવામાં આવી રહી છે. એવું જરૂરી નથી કે આ સાડી દરેક લોકોના બજેટની હોય. પણ, આ પ્રકારની એમ્બ્રોઈડરીનો આઈડિયા તમે ચોક્કસપણે શ્વેતા તિવારીના સુંદર લૂક પરથી લઈ શકો છો.
આ આઉટફિટમાં શ્વેતા તિવારીએ ડીપ સ્વીટહાર્ટ નેકલાઈનવાળો બ્લાઉઝ પહેર્યો હતો. શ્વેતા તિવારીની આ હેવી એમ્બ્રોઈડરીની સાડી સાથે બ્લાઉઝ એકદમ સિમ્પલ રાખવામાં આવ્યો હતો. જેમાં ક્રિસ્ટલ્સની આઉટલાઈન આપવામાં આવી હતી.
શ્વેતા તિવારીએ આ આઉટફિટની ફેશન ડિઝાઈનર પૂજા પેશોરિયાના કલેક્શનમાંથી પસંદગી કરી હતી. જેમાં ક્રિસ્ટલ અને ફેધર વર્ક જાેવા મળી રહ્યું હતું. આ સાડી બનાવવામાં સાટન, સિલ્ક, ઓર્ગેંઝા અને ટૂલ જેવા મિક્સ્ડ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.